Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : RCB and DC suffered big blow star players are out before tournament starts

RCB અને DCને લાગ્યો મોટો ઝટકો, ટુર્નામેન્ટ શરૂ થતા પહેલા જ બહાર થયા સ્ટાર ખેલાડી

Timeછેલ્લું અપડેટ : 30 Dec 2025
લાઇવ ટીવીGoogle News
RCB અને DCને લાગ્યો મોટો ઝટકો, ટુર્નામેન્ટ શરૂ થતા પહેલા જ બહાર થયા સ્ટાર ખેલાડી
સોર્સ : GSTV

વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) ની ચોથી સિઝન 9 જાન્યુઆરીથી શરૂ થઈ રહી છે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને દિલ્હી કેપિટલ્સને સિઝન શરૂ થાય તે પહેલા જ મોટો ઝટકો લાગ્યો છે. RCBની સ્ટાર ઓલરાઉન્ડર એલિસ પેરીએ ટુર્નામેન્ટમાંથી પોતાનું નામ પાછું લઇ લીધું છે. દિલ્હી કેપિટલ્સને પણ આ જ પ્રકારનો ઝટકો લાગ્યો છે. તેની અનુભવી ખેલાડી એનાબેલ સધરલેન્ડ પણ આગામી WPL સિઝનમાં નહીં રમે. બંને ખેલાડીઓએ વ્યક્તિગત કારણોસર પોતાના નામ પાછા લીધા છે.

App Store

DC અને RCBએ રિપ્લેસમેન્ટની જાહેરાત કરી

RCBએ પેરીના રિપ્લેસમેન્ટ તરીકે સાયલી સટઘરેને ટીમમાં સામેલ કરી છે. સતઘરે 30 લાખ રૂપિયાની પ્રાઈસમાં RCB ટીમમાં જોડાશે. દિલ્હી કેપિટલ્સે સધરલેન્ડના સ્થાને ઓસ્ટ્રેલિયન લેગ સ્પિનર ​​અલાના કિંગને સાઈન કરી છે. ઓસ્ટ્રેલિયન સ્પિનર ​​WPLની છેલ્લી સિઝનમાં યુપી વોરિયર્સ ટીમનો ભાગ હતી. તેણે તેની કારકિર્દીમાં અત્યાર સુધીમાં 27 T20I મેચ રમી છે અને 27 વિકેટ લીધી છે. કિંગ 60 લાખ રૂપિયાની પ્રાઈસમાં DCમાં જોડાશે.

યુપી વોરિયર્સમાંથી પણ એક ખેલાડી બહાર થઈ

આ દરમિયાન યુપી વોરિયર્સ ટીમને પણ મોટો ઝટકો લાગ્યો છે. લેફ્ટ આર્મ મીડીયમ પેસર તારા નોરિસ પણ WPL 2026માં રમતી નહીં જોવા મળે. 18 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી, 2026 દરમિયાન નેપાળમાં યોજાનારી 2026 ICC વિમેન્સ T20 વર્લ્ડ કપ ક્વોલિફાયર માટે તેને USA નેશનલ ટીમમાં સામેલ કરવામાં આવી હતી. પરિણામે, તે WPL 2026માંથી બહાર થઈ ગઈ છે. યુપી વોરિયર્સે તેના સ્થાને અનકેપ્ડ ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર ચાર્લી નોટને ટીમમાં સ્થાન આપ્યું છે. નોટને 10 લાખ રૂપિયામાં સાઈન કરવામાં આવી છે.

એલિસ પેરીએ અત્યાર સુધી RCB માટે શાનદાર પ્રદર્શન કર્યું

એલિસ પેરી વિશે વાત કરીએ તો તે RCB ટીમની મુખ્ય સભ્ય છે. તે અત્યાર સુધી WPLની ત્રણેય સિઝનમાં RCB માટે રમી ચૂકી છે. આ સમય દરમિયાન તેણે 25 મેચોમાં 64.80ની એવરેજથી 972 રન બનાવ્યા છે. આ સિવાય તેણે 14 વિકેટ પણ લીધી છે. તેથી, આગામી સિઝનમાં RCBને સ્પષ્ટપણે એલિસ પેરીની ખોટ સાલશે.