Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : India beat Sri Lanka by 30 runs in the fourth T20

Sports: ચોથી T20માં ભારતનો શ્રીલંકા સામે 30 રને વિજય, T20 આંતરરાષ્ટ્રીયમાં નોંધાવ્યો અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર

Timeછેલ્લું અપડેટ : 29 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Sports: ચોથી T20માં ભારતનો શ્રીલંકા સામે 30 રને વિજય, T20 આંતરરાષ્ટ્રીયમાં નોંધાવ્યો અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર
સોર્સ : GSTV

ભારતીય મહિલા ટીમે ચોથી T20 મેચમાં શ્રીલંકાને 30 રનથી હરાવ્યું છે. રવિવારે તિરુવનંતપુરમમાં રમાયેલા મુકાબલામાં શ્રીલંકાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતે પ્રથમ બેટિંગ કરતા સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માની અડધી સદીની મદદથી 20 ઓવરમાં બે વિકેટે 221 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાની ટીમ નિર્ધારિત ઓવરોમાં છ વિકેટે 191 રન જ બનાવી શકી હતી. તેમના માટે કેપ્ટન ચામરી અટાપટ્ટુએ સૌથી વધુ 52 રનની ઇનિંગ રમી હતી. ભારત તરફથી અરુંધતી રેડ્ડી અને વૈષ્ણવી શર્માએ બે-બે વિકેટ ઝડપી હતી, જ્યારે શ્રી ચરણીને એક સફળતા મળી હતી.

App Store

ભારતે 4-0થી લીડ મેળવી

ભારતે આ જીત સાથે વર્તમાન શ્રેણીમાં 4-0થી અજેય સરસાઈ મેળવી લીધી છે. શ્રીલંકાનો આ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર છે. આ પહેલા ટીમે દામ્બુલામાં મલેશિયા સામે ચાર વિકેટે 184 રન બનાવ્યા હતા. બીજી તરફ, ભારતીય મહિલા ટીમનો પણ આ T20 આંતરરાષ્ટ્રીયમાં સર્વોચ્ચ સ્કોર છે. અગાઉ ભારતે ગયા વર્ષે વેસ્ટ ઈન્ડિઝ સામે 217/4 રન બનાવ્યા હતા.

શ્રીલંકાની ઇનિંગ

222 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની શરૂઆત સારી રહી હતી. હસિની પરેરા અને ચામરી અટાપટ્ટુ વચ્ચે પ્રથમ વિકેટ માટે 59 રનની ભાગીદારી થઈ હતી, જેને અરુંધતી રેડ્ડીએ તોડી હતી. તેણે પરેરાને આઉટ કરી હતી, જે 33 રન બનાવી પેવેલિયન ભેગી થઈ હતી. ત્યારબાદ અટાપટ્ટુ 52 રન બનાવી આઉટ થઈ. ઈમેશા દુલાનીએ 29, હર્ષિતા સમરવિક્રમાએ 20, કવિષા દિલહારીએ 13 અને રશ્મિકા સેવંડીએ પાંચ રન બનાવ્યા હતા. નિલક્ષિકા સિલ્વા અને કૌશિનીએ અનુક્રમે 23 અને 5 રનનું યોગદાન આપ્યું હતું.

ભારતની ઇનિંગ

અગાઉ, સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માની તોફાની સદીની ભાગીદારીના જોરે ભારતે શ્રીલંકા સામે 222 રનનો વિશાળ લક્ષ્યાંક રાખ્યો હતો. મંધાના અને શેફાલી બંનેએ શાનદાર અડધી સદી ફટકારી હતી અને પ્રથમ વિકેટ માટે 162 રનની ભાગીદારી કરી હતી. શેફાલી 79 રન બનાવી આઉટ થઈ હતી, જ્યારે મંધાનાએ 80 રનનું યોગદાન આપ્યું હતું. આ સિવાય રિચા ઘોષ 40 રન અને કેપ્ટન હરમનપ્રીત કૌર 16 રન બનાવી અણનમ રહી હતી.

બંને ટીમોની પ્લેઈંગ 11

ભારત: શેફાલી વર્મા, સ્મૃતિ મંધાના, હરલીન દેઓલ, હરમનપ્રીત કૌર (કેપ્ટન), રિચા ઘોષ (વિકેટકીપર), દીપ્તિ શર્મા, અમનજોત કૌર, અરુંધતી રેડ્ડી, વૈષ્ણવી શર્મા, રેણુકા સિંહ ઠાકુર, શ્રી ચરણી.

શ્રીલંકા: હસિની પરેરા, ચામરી અટાપટ્ટુ (કેપ્ટન), હર્ષિતા સમરવિક્રમા, કવિષા દિલહારી, ઈમેશા દુલાની, નિલાક્ષિકા સિલ્વા, કૌશાની નુથ્યાંગના (વિકેટકીપર), માલશા શેહાની, રશ્મિકા સેવવંડી, કાવ્યા કવિંદી, નિમશા મદુશાની.