મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

ભારત સતત 18મી વખત ટોસ હાર્યું, પ્લેઇંગ XIમાં બદલાવ; આ બે ખેલાડીને તક

India lost the toss for the 18th time in a row Australia elected to bat in Sydney | ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડનીમાં ત્રીજી અને અંતિમ વન ડે મેચ રમાઇ રહી છ

ભારત સતત 18મી વખત ટોસ હાર્યું, પ્લેઇંગ XIમાં બદલાવ; આ બે ખેલાડીને તક

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડનીમાં ત્રીજી અને અંતિમ વન ડે મેચ રમાઇ રહી છે. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ઓસ્ટ્રેલિયા 3 મેચની વન ડે સિરીઝ 2-0થી પહેલા જ જીતી ગયું છે. ભારતે વ્હાઇટવોશથી બચવા માટે આ મેચ જીતવી જરૂરી છે. ભારતે ટીમમાં બે બદલાવ કર્યા છે. 

કુલદીપ-પ્રસિદ્ધ કૃષ્ણાને તક

કુલદીપ યાદવને સિડની વન ડે મેચમાં ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. પ્રસિદ્ધ કૃષ્ણાને અર્શદીપ સિંહની જગ્યાએ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

સતત 18મી વખત ટોસ હાર્યું ભારત

19 નવેમ્બર 2023માં વન ડે વર્લ્ડકપ ફાઇનલથી શરૂ થયેલો ભારતનો ટોસ હારવાનો સિલસિલો અત્યારે પણ ચાલુ જ છે. ભારતીય ટીમ સતત 18મી વખત ટોસ હારી ચુકી છે, જે વર્લ્ડ રેકોર્ડ છે. 

ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી

ભારત વન ડે સિરીઝની અંતિમ મેચમાં ટોસ હારી ગયું છે. સિડનીની બેટિંગ ફ્રેન્ડલી વિકેટ પર ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. 

બન્ને ટીમ

ભારત: રોહિત શર્મા, શુભમન ગિલ (કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, અક્ષર પટેલ, કેએલ રાહુલ, વોશિંગ્ટન સુંદર, હર્ષિત રાણા, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા

ઓસ્ટ્રેલિયા: મિશેલ માર્શ (કેપ્ટન), ટ્રેવિસ હેડ, મેથ્યુ શોર્ટ, મેટ રેનશો, એલેક્સ કેરી, કુપર કોનોલી, મિશેલ ઓન, નાથન એલિસ, મિશેલ સ્ટાર્ક, એડમ ઝમ્પા, જોશ હેઝલવુડ

આ સમાચાર શેર કરો