Ind vs Pak: ભારતે પાકિસ્તાનને હરાવી સુપર-8માં કર્યું ક્વોલિફાય, ઈશાનની ફટકાબાજી બાદ બોલરોએ કરી કમાલ
ભારત-પાકિસ્તાન વચ્ચે શ્રીલંકાના કોલંબોમાં ટી-20 વર્લ્ડકપની મેચ રમાઈ હતી, જેમાં ભારતે 61 રનથી પાકિસ્તાનને હ

ભારત-પાકિસ્તાન વચ્ચે શ્રીલંકાના કોલંબોમાં ટી-20 વર્લ્ડકપની મેચ રમાઈ હતી, જેમાં ભારતે 61 રનથી પાકિસ્તાનને હરાવ્યું છે. પાકિસ્તાને પ્રથમ ટોસ જીતી બોલિંગ કરવા નિર્ણય કર્યો હતો, જે બાદ ભારતે પ્રથમ બેટિંગ કરી 7 વિકેટ ગુમાવી 175 રન ફટકાર્યા હતા, બીજી ઇનિંગમાં પાકિસ્તાન 114 રનમાં જ ઓલઆઉટ થતાં ભારતનો ફરી એક વખત કટ્ટર હરીફ પાકિસ્તાન સામે ભવ્ય વિજય થયો છે. જીત સાથે ભારત ટુર્નામેન્ટની સુપર-8માં ક્વોલિફાય થયું છે.
ઈશાન કિશનની દમદાર બેટિંગ
ટી20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈ-વોલ્ટેજ મેચમાં ઈશાન કિશને દમદાર બેટિંગ કરી હતી. કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં અભિષેક શર્મા સસ્તામાં આઉટ થયા બાદ ઈશાન કિશને મોરચો સંભાળ્યો હતો. માત્ર 27 બોલમાં ફિફ્ટી ફટકારી ભારતને શાનદાર શરૂઆત અપાવી હતી. પણ તે સદી ચૂક્યો હતો અને 40 બોલમાં 77 રન બનાવી સેમ અયુબનો શિકાર બન્યો હતો. પોતાની ઇનિંગ દરમિયાન તેણે 10 ચોગ્ગા અને 3 ગગનચુંબી છગ્ગા ફટકાર્યા હતા. આ વિસ્ફોટક ઇનિંગ સાથે ઈશાન કિશને 5 મોટા રેકોર્ડ્સ પોતાના નામ કર્યા હતા.




