મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

BGT સિરીઝ અધવચ્ચે છોડીને પરત ફર્યો ટીમ ઇન્ડિયાનો હેડ કોચ ગંભીર, જાણો શું છે કારણ

ભારતીય ક્રિકેટ ટીમને બીજી ટેસ્ટ પહેલા ઝટકો લાગ્યો છે. ટીમ ઇન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભ

BGT સિરીઝ અધવચ્ચે છોડીને પરત ફર્યો ટીમ ઇન્ડિયાનો હેડ કોચ ગંભીર, જાણો શું છે કારણ

ભારતીય ક્રિકેટ ટીમને બીજી ટેસ્ટ પહેલા ઝટકો લાગ્યો છે. ટીમ ઇન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીર ભારત પરત ફરી રહ્યો છે. ગંભીર ફેમિલી ઇમરજન્સીને કારણે ભારત પરત આવી રહ્યો છે પરંતુ બીજી ટેસ્ટ પહેલા તેના ઓસ્ટ્રેલિયા પરત ફરવાની સંભાવના છે.

ભારતે પ્રથમ ટેસ્ટમાં મેળવી હતી જીત

ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે જ્યાં તેને બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પર્થમાં રમાયેલી પ્રથમ મેચમાં 295 રને જીત મેળવી હતી. આ સિરીઝ ગૌતમ ગંભીર માટે લિટમસ ટેસ્ટ છે કારણ કે તેના કોચિંગ કાળમાં ભારતીય ટીમનું તાજેતરનું પ્રદર્શન એટલું સારૂ રહ્યું નથી.

જોકે, ગંભીર 6 ડિસેમ્બરથી એડિલેડમાં શરૂ થનારી પિંક ટેસ્ટ પહેલા ભારતીય ટીમમાં સામેલ થઇ જશે. ગંભીરની ગેરહાજરીમાં આસિસ્ટન્ટ કોચ અભિષેક નાયર, રેયાન ટેન ડોશ્ચેટ, બોલિંગ કોચ મોર્ને મોર્કલ અને ફિલ્ડિગં કોચ ટી દિલીપ ટ્રેનિંગ કેમ્પમાં ભાગ લેશે.

આ પણ વાંચો: 13 વર્ષનો વૈભવ સૂર્યવંશી IPL 2025માં મચાવશે ધૂમ, કરોડપતિ બન્યો સૌથી યુવા ખેલાડી

એડિલેડ ટેસ્ટ પહેલા ભારત 30 નવેમ્બરથી કેનબરામાં પ્રાઇમ મિનિસ્ટર ઇલેવન વિરૂદ્ધ બે દિવસીય પ્રેક્ટિસ મેચ રમશે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા પણ આ મેચમાં રમતો જોવા મળશે. 

આ સમાચાર શેર કરો