Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : 13-year-old Vaibhav Suryavanshi in IPL 2025, the youngest player to become a millionaire

13 વર્ષનો વૈભવ સૂર્યવંશી IPL 2025માં મચાવશે ધૂમ, કરોડપતિ બન્યો સૌથી યુવા ખેલાડી

Timeછેલ્લું અપડેટ : 25 Nov 2024
લાઇવ ટીવીGoogle News
13 વર્ષનો વૈભવ સૂર્યવંશી IPL 2025માં મચાવશે ધૂમ, કરોડપતિ બન્યો સૌથી યુવા ખેલાડી

13 વર્ષની ઉંમરે વૈભવ સૂર્યવંશી IPL 2025ની મેગા ઓક્શનમાં કરોડપતિ બની ગયો છે. ઈન્ડિયન પ્રીમિયર લીગના ઈતિહાસમાં સૌથી યુવા ખેલાડીને રાજસ્થાન રોયલ્સે ખરીદ્યો હતો.

App Store

13 વર્ષની ઉંમરે વૈભવ સૂર્યવંશી IPL 2025ની મેગા ઓક્શનમાં કરોડપતિ બની ગયો છે. દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સે ઈન્ડિયન પ્રીમિયર લીગના ઈતિહાસમાં સૌથી યુવા ખેલાડી માટે ભારે બોલી લગાવી હતી. જોકે, અંતે રાજસ્થાને 1.10 કરોડ રૂપિયા ખર્ચીને વૈભવને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. વૈભવ ઇન્ડિયન પ્રીમિયર લીગની 18મી સિઝનમાં રાજસ્થાન તરફથી રમતા જોવા મળશે. વૈભવ લાંબા સિક્સર મારવા માટે જાણીતો છે.

રાજસ્થાન તરફથી રમશે વૈભવ

13 વર્ષની ઉંમરે વૈભવ સૂર્યવંશીએ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પ્રવેશ કર્યો છે. વૈભવ માટે મેગા ઓક્શનમાં દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે જોરદાર જંગ જોવા મળ્યો હતો. જોકે, અંતે રાજસ્થાન જીતવામાં સફળ રહ્યું અને વૈભવને રૂ. 1.10 કરોડ ખર્ચીને પોતાની ટીમમાં સામેલ કર્યો. મૂળ બિહારનો વતની વૈભવ પણ IPLની હરાજીમાં વેચાયેલો સૌથી યુવા ખેલાડી બન્યો છે.

ઓસ્ટ્રેલિયા સામે સદી ફટકારી હતી

ડોમેસ્ટિક ક્રિકેટમાં વૈભવ સૂર્યવંશીનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. ભારત અંડર-19 અને ઑસ્ટ્રેલિયા અંડર-19 વચ્ચે રમાયેલી યુવા શ્રેણીમાં વૈભવે પોતાની બેટિંગથી બધાને પોતાના ફેન બનાવી દીધા હતા. વૈભવે આ મેચમાં સદી ફટકારી હતી અને 64 બોલમાં 104 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ સાથે તેણે પાંચ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ મેચ પણ રમી છે. જો કે આ પાંચ મેચમાં તે માત્ર 100 રન જ બનાવી શક્યો છે. વૈભવ ડાબોડી બેટ્સમેન છે અને લાંબા સિક્સર મારવા માટે જાણીતો છે.

કોણ છે વૈભવ સૂર્યવંશી

વૈભવ સૂર્યવંશીનીનો જન્મ બિહારના તાજપુર ગામમાં થયો હતો અને ખૂબ જ નાની ઉંમરે ક્રિકેટ પ્રત્યેનો તેમનો પ્રેમ અને જુસ્સો સ્પષ્ટપણે દેખાઈ આવતો હતો. વૈભવ સૂર્યવંશીનો જન્મ 27 માર્ચ 2011ના રોજ થયો હતો અને તેમની હાલની ઉંમર 13 વર્ષ 234 દિવસ છે. વૈભવ બિહાર માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમે છે. તેણે આ વર્ષે જાન્યુઆરીમાં મુંબઈ સામે ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ કર્યું હતું.

પિતાએ આપ્યો સાથે

માત્ર ચાર વર્ષની ઉંમરે ક્રિકેટ રમવાની શરૂઆત કરનાર વૈભવે પોતાની મહેનતથી ક્રિકેટમાં પોતાની ઓળખ બનાવવાની શરૂઆત કરી હતી. એક ખેડૂત પિતા સંજીવ સૂર્યવંશી તેમના પુત્રના ક્રિકેટ પ્રત્યેના જુસ્સાને ઓળખતા અને સમર્થન આપતા હતા. તેમણે પોતાના ઘરની પાછળ એક નાનકડું રમતનું મેદાન બનાવ્યું, જ્યાં વૈભવ રોજ પ્રેક્ટિસ કરતો. નવ વર્ષની ઉંમરે, વૈભવને સમસ્તીપુર સ્થિત ક્રિકેટ એકેડમીમાં દાખલ કરવામાં આવ્યો, જ્યાં તેની ક્રિકેટ કુશળતામાં વધુ સુધારો થવા લાગ્યો. આ પછી બે વર્ષ અને છ મહિનાની સખત મહેનત અને પ્રેક્ટિસ પછી તેણે વિજય મર્ચન્ટ ટ્રોફી માટે અંડર-16 ટ્રાયલ આપી.