Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : India and Australia's team wearing black armbands in 2nd T20

IND vs AUS / કાળી પટ્ટી બાંધીને રમવા ઉતર્યા ભારત અને ઓસ્ટ્રેલિયાના ખેલાડી, યુવા ક્રિકેટરને યાદ કરી પાળ્યું મૌન

Timeછેલ્લું અપડેટ : 31 Oct 2025
લાઇવ ટીવીGoogle News
IND vs AUS / કાળી પટ્ટી બાંધીને રમવા ઉતર્યા ભારત અને ઓસ્ટ્રેલિયાના ખેલાડી, યુવા ક્રિકેટરને યાદ કરી પાળ્યું મૌન
સોર્સ : GSTV

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી T20 આંતરરાષ્ટ્રીય મેચ શુક્રવારે મેલબર્નમાં રમાઈ રહી છે. આ મેચમાં ભારત અને ઓસ્ટ્રેલિયા બંને ટીમોએ કાળા પટ્ટી બાંધી છે. યુવા ક્રિકેટર બેન ઓસ્ટિનના સમ્માનમાં બંને ટીમોએ કાળા પટ્ટી બાંધી છે.

App Store

ભારતીય અને ઓસ્ટ્રેલિયન ખેલાડીઓએ એક હરોળમાં ઊભા રહીને સ્વર્ગસ્થ બેન ઓસ્ટિનને શ્રદ્ધાંજલિ આપવા માટે મૌન પાળ્યું હતું. 17 વર્ષીય બેન ઓસ્ટિનની ટોપી પોડિયમ પર મૂકવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે મેલબર્નમાં પ્રેક્ટિસ સેશન દરમિયાન ગળા અને માથાના ભાગમાં બોલ વાગવાથી બેન ઓસ્ટિનનું મૃત્યુ થયું હતું.

મેચ પહેલા ઓસ્ટિન પ્રેક્ટિસકરી રહ્યો હતો, પરંતુ એક બોલ તેના માથા અને ગરદન પર વાગ્યો. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, પરંતુ તેનું મૃત્યુ થયું. તેના મૃત્યુથી ક્રિકેટ જગતમાં શોક છવાઈ ગયો છે.

ઓસ્ટ્રેલિયાએ ટોસ જીત્યો

ઓસ્ટ્રેલિયાના કેપ્ટન મિચેલ માર્શે ભારત સામેની બીજી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. ઓસ્ટ્રેલિયન ટીમે તેની પ્લેઈંગ ઈલેવનમાં એક ફેરફાર કર્યો છે, જેમાં જોશ ફિલિપને બદલે મેટ શોર્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે ભારતની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો.