Women's World Cup 2025 / પોઈન્ટ્સ ટેબલના ટોપ પર છે ટીમ ઈન્ડિયાની નજર, આજે સાઉથ આફ્રિકા સામે થશે ટક્કર

ICC વિમેન્સ ODI વર્લ્ડ કપ 2025માં હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમ 9 ઓક્ટોબરે વિશાખાપટ્ટનમમાં સાઉથ આફ્રિકા સામે પોતાની ત્રીજી મેચ રમશે. ટીમ ઈન્ડિયા પોતાની જીતનો સિલસિલો જાળવી રાખવાનો પ્રયાસ કરશે. આ મેચ સાઉથ આફ્રિકાની ટીમ માટે મહત્ત્વપૂર્ણ રહેશે. મેચ પહેલા ચાલો તમને બંને ટીમનો હેડ ટુ હેડ રેકોર્ડ અને આજની મેચ માટે બંને ટીમની સંભવિત પ્લેઈંગ ઈલેવન જણાવીએ.
હેડ-ટુ-હેડ રેકોર્ડ
ટીમ ઈન્ડિયા અને સાઉથ આફ્રિકાની વિમેન્સ ક્રિકેટ ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 33 ODI મેચ રમાઈ છે. ટીમ ઈન્ડિયાએ તેમાંથી 20 મેચ જીતી છે, જ્યારે સાઉથ આફ્રિકાની ટીમે 12 જીતી છે. ભારતીય વિમેન્સ ટીમે આ બંને ટીમો વચ્ચે રમાયેલી છેલ્લી પાંચ મેચ જીતી છે. આ ટુર્નામેન્ટની વાત કરીએ તો, ટીમ ઈન્ડિયાએ તેની બંને મેચ જીતી છે, જ્યારે સાઉથ આફ્રિકાએ એક મેચમાં જીત મેળવી છે, જ્યારે એક મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.
મેચ ક્યારે અને ક્યાં જોવી?
ICC વિમેન્સ ODI વર્લ્ડ કપ 2025ની 10મી મેચ વિશાખાપટ્ટનમના ડો. વાય.એસ. રાજશેખર રેડ્ડી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. મેચ બપોરે 3:00 વાગ્યે શરૂ થશે. ફેન્સ સ્ટાર સ્પોર્ટ્સ પર મેચ લાઈવ જોઈ શકશે. આ સિવાય ફેન્સ JioHotstar પર પણ મેચનો આનંદ માણી શકે છે.
બંને ટીમોની સંભવિત પ્લેઈંગ ઈલેવન
ભારત: પ્રતિકા રાવલ, સ્મૃતિ મંધાના, હરલીન દેઓલ, હરમનપ્રીત કૌર (કેપ્ટન), જેમીમા રોડ્રિગ્સ, દીપ્તિ શર્મા, રિચા ઘોષ (વિકેટકીપર), સ્નેહ રાણા, અમનજોત કૌર, ક્રાંતિ ગૌડ, રેણુકા સિંહ ઠાકુર.
સાઉથ આફ્રિકા: લૌરા વોલ્વાર્ડટ (કેપ્ટન), તઝમીન બ્રિટ્સ, સુને લુસ, મારિઝાન કેપ, એનેકે બોશ, સિનાલો જાફ્તા (વિકેટકીપર), ક્લો ટ્રાયઓન, નદિન ડી ક્લાર્ક, મસાબાતા ક્લાસ, અયાબોંગા ખાકા, નોનકુલુલેકો મ્લાબા.

