Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : 2 changes may be made in Team India in Delhi Test

INDVsWI: બુમરાહ OUT, પડિક્કલ IN...દિલ્હી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયામાં થઇ શકે છે 2 બદલાવ

Timeછેલ્લું અપડેટ : 08 Oct 2025
લાઇવ ટીવીGoogle News
INDVsWI: બુમરાહ OUT, પડિક્કલ IN...દિલ્હી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયામાં થઇ શકે છે 2 બદલાવ
સોર્સ : GSTV

ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે બીજી અને અંતિમ ટેસ્ટ મેચ દિલ્હીમાં 10 ઓક્ટોબરથી રમાશે. અમદાવાદમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે માત્ર અઢી દિવસમાં જ વેસ્ટ ઇન્ડિઝને હરાવ્યું હતું. હવે બીજી મેચ પહેલા પ્લેઇંગ ઇલેવનમાં કેટલાક બદલાવ જોવા મળી શકે છે. વર્કલોડ મેનેજમેન્ટને ધ્યાનમાં રાખીને જસપ્રીત બુમરાહને આરામ આપવામાં આવી શકે છે.

App Store

બુમરાહને દિલ્હી ટેસ્ટમાં આરામ આપવામાં આવી શકે

બુમરાહને દિલ્હી ટેસ્ટમાં આરામ આપવામાં આવી શકે છે કારણ કે વેસ્ટ ઇન્ડિઝની ટીમ ભારત સામે નબળી જોવા મળે છે. ઓસ્ટ્રેલિયા સિરીઝ પહેલા મેનેજમેન્ટનો પ્રયાસ હશે કે તે પોતાના સ્ટાર બોલરને ફ્રેશ રાખે.બુમરાહની જગ્યાએ પ્રસિદ્ધ કૃષ્ણાને દિલ્હી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવનમાં તક મળી શકે છે.

દેવદત્ત પડિક્કલને તક મળશે?

વર્તમાનમાં ભારત ત્રણ ઓલરાઉન્ડર સાથે રમી રહ્યું છે. આવતા વર્ષે જ્યારે ભારત ન્યૂઝીલેન્ડ જશે ત્યારે તે રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર અને નીતિશ કુમાર રેડ્ડી ત્રણેય નહીં રમી શકે. સંભાવના છે કે જાડેજા અને સુંદરમાંથી કોઇ એકે બહાર બેસવું પડી શકે છે. ભારતને એવા ખેલાડીની જરૂર છે જે નંબર છ પર રમી શકે. જાડેજા અત્યારે આ ભૂમિકા નીભાવી રહ્યો છે પરંતુ તે જલદી સંન્યાસ લઇ શકે છે. કરૂણ નાયર ઇંગ્લેન્ડમાં આ ભૂમિકામાં સફળ થયો નહતો. ટીમ ઇન્ડિયા આદર્શ રૂપે દેવદત્ત પડિક્કલને આ પોઝિશન પર અજમાવી શકે છે.

દિલ્હી ટેસ્ટ માટે ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન

યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, શુભમન ગિલ (કેપ્ટન), દેવદત્ત પડિક્કલ, ધ્રુવ જુરેલ (વિકેટ કીપર), રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા