મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IND-W vs SA-W Final: 104 રન પર ભારતની પહેલી વિકેટ પડી, સ્મૃતિ મંધાના તેની અડધી સદી ચૂકી

આજે 2025 મહિલા ODI વર્લ્ડ કપની ફાઇનલ મેચ રમાઈ રહી છે. ન

IND-W vs SA-W Final: 104 રન પર ભારતની પહેલી વિકેટ પડી, સ્મૃતિ મંધાના તેની અડધી સદી ચૂકી

આજે 2025 મહિલા ODI વર્લ્ડ કપની ફાઇનલ મેચ રમાઈ રહી છે. નવી મુંબઈમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટાઇટલ મેચ માટે આ મુકાબલો ચાલી રહ્યો છે. નવી મુંબઈના ડૉ. ડીવાય પાટિલ સ્ટેડિયમ ખાતે ભારત અને દક્ષિણ આફ્રિકાની મહિલા ક્રિકેટ ટીમો તેમના પ્રથમ ODI વર્લ્ડ કપ ટાઇટલ માટે મેદાનમાં ઉતરી છે. જેમાં ભારતે 104 રન પર પોતાની પહેલી વિકેટ ગુમાવી દીધી છે. સ્મૃતિ મંધાના તેની અડધી સદી પૂરી કરવાથી ચૂકી ગઈ છે.

સ્મૃતિ મંધાનાની ઈનિંગ

58 બોલમાં 45 રન બનાવી સ્મૃતિ મંધાના આઉટ થઈ ગઈ હતી. ભારતે 104 રન પર પોતાની પહેલી વિકેટ ગુમાવી દીધી હતી. ટીમ ઈન્ડિયાએ 25 ઓવર રમ્યા બાદ એક વિકેટ ગુમાવીને 150 રન બનાવી લીધા હતા. સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે અણનમ સદી ફટકારનાર જેમીમા રોડ્રિગ્સ અને સેફાલી શર્માં હાલ ક્રિઝ પર છે. સેફાલી તેની સદી નજીક પહોંચી રહી છે. 

આ સમાચાર શેર કરો