IND-W vs AUS-W સેમિફાઇનલ: કાંગારૂ ટીમ થઈ ઓલ આઉટ, છેલ્લી ઓવરમાં પડી 3 વિકેટ, ભારતને મળ્યો 339 રનનો ટાર્ગેટ
આજે 2025 મહિલા ODI વર્લ્ડ કપમાં બીજી સેમિફ

આજે 2025 મહિલા ODI વર્લ્ડ કપમાં બીજી સેમિફાઇનલ મેચ રમાઈ રહી છે. જે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણયના અંતે ટીમે ઓલ આઉટ થતા 338 રન બનાવી લીધા હતા. તેથી હવે આ સેમિફાઈનલ મેચ જીતવા ભારતે 339 રનનો ટાર્ગેટ હાંસિલ કરવાનો રહેશે. આ મેચમાં ભારતે છેલ્લી ઓવરમાં જ 3 વિકેટ લીધી હતી, દરમિયાન દિપ્તી શર્મા પોતાની હેટ્રિકથી ચૂકી ગઈ હતી.
આમ, હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ટીમ ઇન્ડિયા આજે ઓસ્ટ્રેલિયન ટીમને હરાવીને ફાઇનલમાં પહોંચી શકે છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આ સેમિફાઇનલ મેચ નવી મુંબઈના ડૉ. ડીવાય પાટિલ સ્પોર્ટ્સ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે.
ભારતે આજે કરવું પડશે મોટું કારનામું
આ સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધારે ફોબી લિચફિલ્ડે 119 રન બનાવી મોટી ઈનિંગ રમી હતી. તો એલિસ પેરીએ 77 અને એશલી ગાર્ડનરે 63 રન બનાવ્યા હતા. ભારત તરફથી સૌથી વધારે દિપ્તી શર્મા અને નલ્લાપુરેડ્ડી ચરણીએ 2-2 વિકેટ ઝડપી હતી. આજે આ સેમિફાઈનલ જીતવા ભારતને 339 રનનો ટાર્ગેટ મળ્યો છે. આ સ્કોર બનાવવો ભારત માટે સરળ નહીં રહે, ભારતે આજે અજાયબી કરવી પડશે કેમ કે તેણે ODI ક્રિકેટમાં ક્યારેય 300 કે તેથી વધુના ટાર્ગેટને ચેઝ કર્યો નથી.






