મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IND vs WI બીજી ટેસ્ટ: મેચના ત્રીજા દિવસની રમત સમાપ્ત થઈ, આ ખેલાડીઓએ બાજી પલટી

IND vs WI બીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસની રમત સમાપ્ત થઈ ગઈ છે. જેમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમને ભારતે ફ

IND vs WI બીજી ટેસ્ટ: મેચના ત્રીજા દિવસની રમત સમાપ્ત થઈ, આ ખેલાડીઓએ બાજી પલટી

IND vs WI બીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસની રમત સમાપ્ત થઈ ગઈ છે. જેમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમને ભારતે ફોલો ઓન આપ્યું હતુ, જેમાં કેરેબિયન ટીમે 2 વિકેટના નુકસાને 173 રન બનાવ્યા હતા. જેમાં જોન કેમ્પબેલ અને શાઈ હોપે બાજી પલટી નાંખી હતી, તેથી ભારતને આજે અંતિમ સત્રમાં એક પણ વિકેટ મળી નહોતી.

એક સમયે એવુ લાગ્યું કે આજે જ ભારત મેચ જીતી જશે

આજની મેચ દરમિયાન એક સમયે એવું લાગતું હતું કે ભારત આજે જ મેચ જીતી જશે, પરંતુ જોન કેમ્પબેલની 87 રન અને શાઈ હોપની 66 રનની ઈનિંગે 138 રનની ભાગીદારી સાથે સ્થિતિ બદલી નાખી હતી. જોકે, વેસ્ટ ઈન્ડિઝ હજુ પણ ઇનિંગ હારવાના ભયમાં છે. કેરેબિયન ટીમ હજુ પણ 97 રન પાછળ છે. બીજી ઇનિંગમાં મોહમ્મદ સિરાજ અને વોશિંગ્ટન સુંદરે એક-એક વિકેટ લીધી હતી.

આ સમાચાર શેર કરો