મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IND vs WI / વેસ્ટ ઈન્ડિઝે બીજી ઈનિંગમાં આપી શાનદાર લડત, બનાવ્યા 390 રન; ભારતને મળ્યો 121નો ટાર્ગેટ

દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝે બધાને આશ્ચર્યચકિત કરી દીધા. પહેલી ઈન

IND vs WI / વેસ્ટ ઈન્ડિઝે બીજી ઈનિંગમાં આપી શાનદાર લડત, બનાવ્યા 390 રન; ભારતને મળ્યો 121નો ટાર્ગેટ

દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝે બધાને આશ્ચર્યચકિત કરી દીધા. પહેલી ઈનિંગમાં ફોલોઓન મળ્યા બાદ, વેસ્ટ ઈન્ડિઝે બીજી ઈનિંગમાં શાનદાર લડત આપી. ટીમે ઈનિંગથી હારના ડરને ટાળ્યો અને ભારતને 121 રનનો ટાર્ગેટ આપ્યો. વેસ્ટ ઈન્ડિઝે બીજી ઈનિંગમાં 390 રન બનાવ્યા. સૌથી અગત્યનું, વેસ્ટ ઈન્ડિઝે છેલ્લી વિકેટ માટે 79 રનની પાર્ટનરશિપ કરી.

પહેલી ઈનિંગમાં ફોલોઓન કરવાની ફરજ પડ્યા પછી અને 270 રનથી પાછળ રહ્યા પછી, વેસ્ટ ઈન્ડિઝે બીજી ઈનિંગમાં જોરદાર પ્રદર્શન કર્યું. બધાને અપેક્ષા હતી કે વેસ્ટ ઈન્ડિઝ ઈનિંગથી હારી જશે, પરંતુ જોન કેમ્પબેલના 115 રન અને શાઈ હોપના 103 રનથી ઈનિંગ હારનો ડર ટળી ગયો. ત્યારબાદ જસ્ટિન ગ્રીવ્સે અડધી સદી ફટકારી. તેણે અને જેડન સીલ્સ (32) એ 10મી વિકેટ માટે 79 રનની પાર્ટનરશિપ કરી. બીજી ટેસ્ટ જીતવા માટે ભારતને હવે 121 રન બનાવવાના છે.

બીજી ઈનિંગમાં ભારત તરફથી કુલદીપ યાદવ અને જસપ્રીત બુમરાહે 3-3 વિકેટ લીધી. મોહમ્મદ સિરાજે પણ 2 વિકેટ લીધી. જ્યારે રવિન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદરે પણ 1-1 વિકેટ લીધી. જોકે, ભારતીય બોલર્સ છેલ્લી વિકેટ મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા.

ચોથી વખત ફોલોઓન આપ્યા બાદ પણ બેટિંગ કરી રહ્યું છે ભારત

શુભમન ગિલે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. યશસ્વી જયસ્વાલે 175 રનની શાનદાર ઈનિંગ રમી, ત્યારબાદ કેપ્ટન ગિલે પણ સદી (129*) ફટકારી હતી. ભારતે 518 રન પર પોતાની પહેલી ઈનિંગ ડિકલેર કર્યો. આ પછી, ટેસ્ટના બીજા દિવસે વેસ્ટ ઈન્ડિઝની પહેલી ઈનિંગ શરૂ થઈ. ત્રીજા દિવસના બીજા સેશન સુધીમાં, વેસ્ટ ઈન્ડિઝની પહેલી ઈનિંગ 248 રન પર સમેટાઈ ગઈ, ત્યારબાદ ભારતે ફોલોઓન આપવાનો નિર્ણય લીધો.

પ્રથમ ઈનિંગમાં કુલદીપ યાદવે 5 વિકેટ, રવિન્દ્ર જાડેજાએ 3 વિકેટ અને જસપ્રીત બુમરાહે અને મોહમ્મદ સિરાજે 1-1 વિકેટ લીધી. વેસ્ટ ઈન્ડિઝના બેટિંગ પ્રદર્શનથી એવું લાગતું હતું કે ભારત આ ટેસ્ટ ઈનિંગથી જીતશે. ભારતે પહેલી ઈનિંગમાં 270 રનની લીડ બનાવી હતી. તેમ છતાં, ભારતને બીજી ઈનિંગમાં બેટિંગ કરવાની ફરજ પડી. છેલ્લી વખત આવું નવેમ્બર 2012માં બન્યું હતું. ભારતીય ક્રિકેટ ઈતિહાસમાં આ ફક્ત ચોથી વખત બન્યું છે.

આ સમાચાર શેર કરો