IND vs SL: શ્રીલંકા સિરીઝમાં ટીમ ઈન્ડિયાની ધમાકેદાર જીતથી શરૂઆત
IND vs SL: ભારતે 43 રને મેચ જીતી લીધી છે. દિલશાન મદુશંકા પરાગ દ્વારા બોલ્ડ આઉટ થનાર છેલ્લો ખે

IND vs SL: ભારતે 43 રને મેચ જીતી લીધી છે. દિલશાન મદુશંકા પરાગ દ્વારા બોલ્ડ આઉટ થનાર છેલ્લો ખેલાડી હતો. ભારત અને શ્રીલંકા વચ્ચે પલ્લેકેલે સ્ટેડિયમમાં પ્રથમ T20 મેચ રમાઈ હતી. ભારતે શ્રીલંકાને 214 રનનો વિશાળ લક્ષ્યાંક આપ્યો હતો. ભારતે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 213 રન બનાવ્યા હતા. ભારત તરફથી કેપ્ટન સૂર્યકુમાર યાદવે સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 26 બોલમાં 8 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી અડધી સદી ફટકારી હતી. રિષભ પંત (49) અને યશસ્વી જયસ્વાલ (40) ફિફ્ટી ચૂકી ગયા. શ્રીલંકા તરફથી મતિશા પથિરાનાએ ચાર વિકેટ ઝડપી હતી. વાનિન્દુ હસરાંગા, દાસુન શનાકા અને અસિથા ફર્નાન્ડોને એક-એક વિકેટ મળી હતી.
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમે શાનદાર શરૂઆત કરી હતી. યશસ્વી અને શુભમન ગીલે પ્રથમ વિકેટ માટે 74 રન જોડ્યા હતા. ગિલે 16 બોલમાં 34 રન બનાવ્યા જેમાં 6 ફોર અને 1 સિક્સ સામેલ હતી. તે છઠ્ઠી ઓવરના છેલ્લા બોલ પર મદુશંકાનો શિકાર બન્યો હતો. યશસ્વી જયસ્વાલે 21 બોલનો સામનો કરીને પાંચ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. સૂર્યાએ ચોથી વિકેટ માટે પંત સાથે 76 રનની ભાગીદારી કરી અને તેને 150 સુધી પહોંચાડી દીધી. સૂર્યા 14મી ઓવરમાં પથિરાના દ્વારા એલબીડબલ્યુ આઉટ થયો હતો. હાર્દિક પંડ્યા (9) બેટિંગ કરી શક્યો ન હતો. પથિરાનાએ 19મી ઓવરમાં પંત અને રેયાન પરાગ (7)ને ફસાવ્યા હતા. પંતે 33 બોલમાં 6 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. છેલ્લી ઓવરમાં રિંકુ સિંહ (1) આઉટ થયો હતો. અક્ષર પટેલ 10 અને અર્શદીપ સિંહ એક રન બનાવીને અણનમ રહ્યા હતા.




