Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : IND vs SA: Today's play ends in Kolkata Test, 15 wickets fall on the second day

IND vs SA: કોલકાતા ટેસ્ટમાં આજના દિવસની રમત સમાપ્ત, બીજા દિવસે 15 વિકેટ પડી

Timeછેલ્લું અપડેટ : 15 Nov 2025
લાઇવ ટીવીGoogle News
IND vs SA: કોલકાતા ટેસ્ટમાં આજના દિવસની રમત સમાપ્ત, બીજા દિવસે 15 વિકેટ પડી
સોર્સ : GSTV

કોલકાતામાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ટેસ્ટ મેચ ચાલી રહી છે. આ ટેસ્ટમાં બીજા દિવસની રમત સમાપ્ત થઈ ગઈ છે. જેમાં દક્ષિણ આફ્રિકાએ 7 વિકેટે 93 રન બનાવ્યા હતા. બીજા દાવમાં આફ્રિકન ટીમ પાસે ફક્ત 63 રનની લીડ છે. આજે પહેલી ટેસ્ટના બીજા દિવસે 15 વિકેટ પડી હતી, જેમાં ભારતની આજની 8 અને દક્ષિણ આફ્રિકાની 7 વિકેટ સામેલ છે. 

App Store

ભારતની બેટિંગ

બીજા દિવસે, ભારતે પોતાનો પહેલો દાવ 37/1 થી ફરી શરૂ કર્યો હતો. જેમાં સૌથી વધુ કેએલ રાહુલે 39 અને વોશિંગ્ટન સુંદરે 29 રન બનાવ્યા હતા. ઋષભ પંતે સારી શરૂઆત કરી, પરંતુ તે 27 રનથી આગળ વધી શક્યો નહીં. રવિન્દ્ર જાડેજાએ પણ 27 રન બનાવ્યા હતા.

ગિલ ફક્ત 3 બોલમાં 4 રન બનાવીને રિટાયર હર્ટ થયો હતો. BCCI એ એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે, ગિલ હાલમાં મેડિકલ ટીમની દેખરેખ હેઠળ છે અને તેના સ્વાસ્થ્યના આધારે આગળના નિર્ણયો લેવામાં આવશે. અક્ષર પટેલે 16 રન અને ધ્રુવ જુરેલે 14 રન બનાવ્યા હતા.