IND vs SA ટેસ્ટ: ત્રીજા જ દિવસે ટીમ ઈન્ડિયા જીતેલી મેચ હારી, ઘર આંગણે 93 રનમાં ઓલઆઉટ
સાઉથ આફ્રિકા સામે ટીમ ઈન્ડિયા જીતેલી મેચ હારી ગયું છે.

સાઉથ આફ્રિકા સામે ટીમ ઈન્ડિયા જીતેલી મેચ હારી ગયું છે. કોલકાતાની ટેસ્ટમાં ત્રીજા દિવસે ભારતની ટીમ 93 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જેમાં ભારતીય બેટ્સમેનોએ શરમજનક પ્રદર્શન કર્યું હતુ.
30 રનથી જીત્યું દક્ષિણ આફ્રિકા, સિરીઝમાં મેળવી 1-0ની લીડ
દક્ષિણ આફ્રિકાએ આ મેચ 30 રનથી જીતી. ટેમ્બા બાવુમાએ કેપ્ટન તરીકે ક્યારેય ટેસ્ટ હારવાનો રેકોર્ડ જાળવી રાખ્યો. કેપ્ટન તરીકે આ તેનો 11મો ટેસ્ટ અને 10મો વિજય હતો. આજે જ્યારે મેચ શરૂ થઈ ત્યારે કોઈએ દક્ષિણ આફ્રિકા જીતશે તેવી અપેક્ષા રાખી નહોતી.
મોહમ્મદ સિરાજના રૂપમાં ભારતે 9મી વિકેટ ગુમાવી
કેપ્ટન શુભમન ગિલ આ કોલકાતા ટેસ્ટમાંથી બહાર થઈ ગયો હતો, તેથી આજે પણ ભારતનો દાવ 9 વિકેટના નુકસાન સાથે સમાપ્ત થઈ ગયો હતો. તેથી ટીમ ઈન્ડિયાનો દાવ 93 રન પર સમાપ્ત થયો અને દક્ષિણ આફ્રિકાએ 30 રનથી આ મેચ જીતી લીધી. સાઉથ આફ્રિકાએ 15 વર્ષ બાદ ભારતને કોલકાતાના ઈડન ગાર્ડન સ્ટેડિયમ ખાતે હરાવ્યું છે.







