મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IND vs SA ODI: બીજી મેચમાં SAને મળ્યો 359 રનનો ટાર્ગેટ, ગાયકવાડ-વિરાટની સદી; રાહુલની કપ્તાની ફિફ્ટી આવી

IND vs SAની બીજી વનડે મેચમાં ટ

IND vs SA ODI: બીજી મેચમાં SAને મળ્યો 359 રનનો ટાર્ગેટ, ગાયકવાડ-વિરાટની સદી; રાહુલની કપ્તાની ફિફ્ટી આવી

IND vs SAની બીજી વનડે મેચમાં ટોસ જીતીને સાઉથ આફ્રિકાએ ભારતને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતુ. જેમાં ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકાને 359 રનનો ટાર્ગેટ આપ્યો છે.

આ મેચમાં વિરાટ કોહલી અને ઋતુરાજ ગાયકવાડે સદી પૂરી કરી હતી. તો કેએલ રાહુલે પોતાની ફિફ્ટી ફટકારી 66 રનની કપ્તાની ઈનિંગ રમી હતી. જયસ્વાલે 22 અને રોહિતે 14 તેમજ જાડેજાએ 24 રનની ઈનિંગ રમી હતી. આ ખેલાડીઓની ઈનિંગની મદદથી ભારતે 5 વિકેટ ગુમાવીને 358 રન બનાવ્યા હતા.

સીરિઝની પ્રથમ મેચમાં ભારતનો ભવ્ય વિજય

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે વનડે સીરિઝની પ્રથમ મેચ 30 નવેમ્બરે રાંચીમાં રમાઈ હતી. જેમાં વિરાટ કોહલીએ 135 રન ફટકાર્યા હતા. રોહિત શર્મા અને કે એલ રાહુલની અડધી સદીની મદદથી ભારતનો સ્કોર 349 રનનો થયો હતો. જેના જવાબમાં સાઉથ આફ્રિકાની ટીમ 49.2 ઓવરમાં 332 રન પર ઓલઆઉટ થઈ હતી. જો ભારત આજની મેચ જીતશે તો આ સીરિઝ પોતાના નામે કરી શકે છે. કેમ કે આ સીરિઝ ત્રણ મેચની છે, ભારત આજે જીતે તો તેને 2-0ની લીડ મળી જશે. 

નોંધનીય છે કે, ભારતીય ટીમને ઘરઆંગણે સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ સિરીઝમાં 0-2થી શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. પરિણામે, આ વનડે સીરિઝ ભારત માટે વધુ મહત્ત્વપૂર્ણ છે.

આ સમાચાર શેર કરો