મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IND vs ODI બીજી ODI: ગાયકવાડ અને વિરાટની શાનદાર સદી, ભારતનો સ્કોર 250ને પાર

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રાયપુરમાં વનડે મેચ રમાઈ રહી છે. જેમ

IND vs ODI બીજી ODI: ગાયકવાડ અને વિરાટની શાનદાર સદી, ભારતનો સ્કોર 250ને પાર

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રાયપુરમાં વનડે મેચ રમાઈ રહી છે. જેમાં ઋતુરાજ ગાયકવાડ 83 બોલમાં 105 રન બનાવી આઉટ થયો હતો. પછી વિરાટ કોહલીએ પોતાની 53મી વનડે સદી પૂરી કરી હતી. જો કે, વિરાટ 93 બોલમાં 102 રન બનાવી આઉટ થઈ ગયો હતો. ભારતનો સ્કોર 41 ઓવર પછી 5 વિકેટ ગુમાવીને 289 રન છે.

સદી ફટકાર્યા બાદ વિરાટે પોતાની સ્ટાઈલમાં ખાસ સેલિબ્રેશન કર્યું હતુ, જેનો વીડિયો હવે વાયરલ થઈ રહ્યો છે. તે વીડિયો અહીં દર્શાવવામાં આવ્યો છે.

વિરાટે રચ્યો આ ઈતિહાસ

વિરાટ કોહલીએ આજે માર્કો યાનસેનની બોલ પર એક સિંગલ ફટકારીને પોતાની સદી પૂરી કરી હતી. તેણે 90 બોલમાં પોતાની સદી પૂરી કરી. દક્ષિણ આફ્રિકા સામે આ તેની સાતમી સદી છે. તે હવે ક્વિન્ટન ડી કોકને પાછળ છોડીને ભારત વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા વનડેમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. આજે વિરાટ કોહલીએ પોતાની સદી પૂર્ણ કરી, તેની 53મી ODI સદી અને 84મી આંતરરાષ્ટ્રીય સદી ફટકારી છે. આ સાથે તેણે બેક ટુ બેક બીજી સદી ફટકારી છે. આ પહેલા તેણે સાઉથ આફ્રિકા સામેની પહેલી વનડેમાં રાંચીમાં એક સદી ફટકારી 135 રનની ઈનિંગ રમી હતી.

ઋતુરાજ ગાયકવાડે વનડે કરિયરની પ્રથમ સદી ફટકારી

ઋતુરાજ ગાયકવાડે આજે વનડે કરિયરની પ્રથમ સદી ફટકારી. ઋતુરાજે 77 બોલમાં 100 રન પૂરા કર્યા. પહેલા 52 બોલમાં તેણે 50 રન પૂરા કર્યા હતા અને પછીના 27 બોલમાં તાબડતોબ બેટિંગ કરી અને બીજા 50 રન પૂરા કર્યા. જેમાં 14 ચોગ્ગા અને બે છગ્ગા સામેલ છે. જોકે બાદમાં 105 રન પૂર્ણ થતાં ઋતુરાજ ગાયકવાડ આઉટ થઈ ગયો હતો. સ્ટેડિયમમાં સૌ દર્શકોએ ઊભા થઈને ગાયકવાડનું સન્માન કર્યું હતું.

આ સમાચાર શેર કરો