IND vs SA ચોથી T20: આખરે ટોસ વિના જ મેચ રદ્દ થઈ, લખનૌમાં ફેન્સ થયા નિરાશ
લખનૌમાં ભારે ધુમ્મસ વચ્ચે આખરે આજની મેચ રદ્દ કરવામાં આવી છે. અંતિમ

લખનૌમાં ભારે ધુમ્મસ વચ્ચે આખરે આજની મેચ રદ્દ કરવામાં આવી છે. અંતિમ નિરિક્ષણ રાત્રે 9.25 કલાકે કરવામાં આવ્યું હતુ, પછી અમ્પાયરને વિઝિબિલિટી યોગ્ય ન જણાતા, આ મેચ રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સાડા ત્રણ કલાક રાહ જોયા પછી પણ ચાહકોને નિરાશ થવાનો વારો આવ્યો હતો. લખનૌમાં ફેન્સ નિરાશ થઈ સ્ટેડિયમથી બહાર જતા જોવા મળ્યા હતા.
પાંચમી અને અંતિમ T20I અમદાવાદમાં રમાશે
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની આજની મેચ ભારે ધુમ્મસને કારણે રદ્દ કરવામાં આવી છે. ટોસ પણ કેન્સલ કરવામાં આવ્યો હતો. સાડા ત્રણ કલાક રાહ જોવામાં આવી હતી, પરંતુ ધુમ્મસ ઓછું ન થયું. ત્યારબાદ અમ્પાયરોએ મેચ કેન્સલ કરવાનો નિર્ણય લીધો. ભારત પાંચ મેચની આ T20I સિરીઝમાં 2-1થી આગળ છે. પાંચમી અને અંતિમ T20I શુક્રવાર, 19 ડિસેમ્બરના રોજ અમદાવાદમાં રમાશે.






