મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IND vs SA ચોથી T20 મેચ: ફેન્સ માટે ખરાબ સમાચાર; ટોસમાં થયો વિલંબ, આ ખેલાડી ટીમમાંથી બહાર

આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પાંચ મેચની T20I

IND vs SA ચોથી T20 મેચ: ફેન્સ માટે ખરાબ સમાચાર; ટોસમાં થયો વિલંબ, આ ખેલાડી ટીમમાંથી બહાર

આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પાંચ મેચની T20I સિરીઝનો ચોથો મુકાબલો રમાશે. પણ તે પહેલા ખરાબ સમાચાર સામે આવ્યા છે. હજી આ મેચ માટે ટોસ થયો નથી. 

આ બંને ટીમો લખનૌના એકાના સ્ટેડિયમ ખાતે સાંજે 7 કલાકે મેચ રમવાનું શરૂ કરવાની હતી. જણાવી દઈએ કે, ભારત આ સિરીઝમાં 2-1થી આગળ છે. સૂર્યકુમાર યાદવ અને તેમની ટીમ જીત સાથે સિરીઝ પર કબજો કરવાનો પ્રયાસ કરશે. દરમિયાન, દક્ષિણ આફ્રિકા સિરીઝમાં રહેવા પર ફોકસ કરશે.

શુભમન ગિલ ચોથી T20Iમાંથી બહાર

લખનૌમાં ચોથી T20I શરૂ થાય તે પહેલાં ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ઓપનર શુભમન ગિલ પગમાં ઈજાને કારણે ચોથી T20Iમાંથી બહાર થઈ ગયો છે, તેવી જાણકારી સામે આવી છે.

શિયાળાના કારણે ટોસમાં થયો વિલંબ

ચોથી T20Iમાં ટોસ સમયસર ન થયો. આજે ટોસ સાંજે 6.30 કલાકે થવાનો હતો. પરંતુ ધુમ્મસને કારણે 6.50 કલાકે સૌથી પહેલું નિરિક્ષણ થયું. પછી સાંજે 7.30 કલાકે ફરી નિરિક્ષણ થયું હતુ. જો કે, હવે રાત્રે 8 કલાકે ફરી નિરિક્ષણ કરવામાં આવશે અને પછી પછી નક્કી થશે કે આજે મેચ રમાડવામાં આવશે કે નહીં.

હેડ-ટુ-હેડ મુકાબલામાં કોણ ઉપર છે?

અત્યાર સુધી, ભારત અને દક્ષિણ આફ્રિકા T20Iમાં 34 વખત આમને-સામને થયા છે. ટીમ ઇન્ડિયા આમાંથી 20 મેચ જીતી છે, જ્યારે દક્ષિણ આફ્રિકા 13 મેચ જીતી છે. એક મેચ ડ્રો રહી. બંને ટીમો વચ્ચે રમાયેલી છેલ્લી નવ T20I મેચમાંથી, ભારત સાત વખત જીત્યું છે.

આ સમાચાર શેર કરો