IND vs SA બીજી T20: મેન ઈન બ્લૂને ભારે પડી ડીકોકની 90 રનની ઈનિંગ, આફ્રિકાએ બનાવ્યો 213નો સ્કોર
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 2જી T20 મેચ રમાઈ રહી છ

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 2જી T20 મેચ રમાઈ રહી છે. જેમાં ભારતે ટોસ જીતી સાઉથ આફ્રિકાને બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું. ત્યાર ઘર આંગણેની આ મેચમાં આફ્રિકન ખેલાડીઓએ 4 વિકેટ ગુમાવીને 213 રનનો સ્કોર બનાવ્યો હતો, ટીમે ઈન્ડિયાને 214 રનનો ટાર્ગેટ આપ્યો છે.
છેલ્લી 3 ઓવરમાં બન્યા કુલ 49 રન
જસપ્રીત બુમરાહે છેલ્લી ઓવરમાં 18 રન આપ્યા. દક્ષિણ આફ્રિકાએ 20 ઓવરમાં 4 વિકેટે 213 રન બનાવ્યા હતા. છેલ્લી 3 ઓવરમાં જ કુલ 49 રન બન્યા હતા. દક્ષિણ આફ્રિકા તરફથી ક્વિન્ટન ડીકોકે 46 બોલમાં 90 રન બનાવ્યા હતા. અંતે, ડોનોવન ફરેરાએ 16 બોલમાં અણનમ 30 રન અને ડેવિડ મિલરે 12 બોલમાં અણનમ 20 રન બનાવ્યા હતા.
ડી કોકે માત્ર 26 બોલમાં અડધી સદી ફટકારી, 90 રનની શાનદાર ઈનિંગ
સાઉથ આફ્રિકા માટે આજની મેચનો હિરો ક્વિન્ટન ડીકોક હતો. તેણે માત્ર 26 બોલમાં ચાર ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકારીને પોતાની અડધી સદી પૂરી કરી હતી. તેણે 46 બોલમાં 90 રનની શાનદાર ઈનિંગ રમી હતી. ડીકોકે આજે ભારતના બોલર્સને હંફાવ્યા હતા.
નોંધનીય છે કે, ભારત તરફથી વરુણ ચક્રવર્તીને 2 અને અક્ષર પટેલને 1 વિકેટ મેળવવામાં સફળતા મળી હતી. અર્શદીપ સિંહે 4 ઓવરમાં 54 રન આપ્યા હતા. તો જસપ્રીત બુમરાહે 4 ઓવરમાં 45 રન આપ્યા હતા.







