IND vs SA બીજી T20: સૂર્યકુમાર યાદવે ટોસ જીત્યો, પહેલા બેટિંગ કરશે આફ્રિકન ટીમ
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે બીજી T20 મેચ રમાવા જઈ રહી છે. આ મેચનો ટોસ થ

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે બીજી T20 મેચ રમાવા જઈ રહી છે. આ મેચનો ટોસ થઈ ગયો છે. જેમાં ભારતના કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીતી બોલિંગ લીધી છે.
તેમણે કહ્યું કે ઝાકળના કારણે તેઓ પહેલા બોલિંગ કરવા માંગતા હતા. આમ હવે, દક્ષિણ આફ્રિકાની ટીમ પહેલા બેટિંગ કરશે. આ મેચ મુલ્લાંપુર, ન્યુ ચંદીગઢમાં 7 વાગ્યાથી રમાશે.
ભારતની પ્લેઇંગ ઇલેવન
અભિષેક શર્મા, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, અક્ષર પટેલ, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, જીતેશ શર્મા (વિકેટકીપર), જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી અને અર્શદીપ સિંહ.
દક્ષિણ આફ્રિકાએ તેમની પ્લેઇંગ ઇલેવનમાં ત્રણ ફેરફાર કર્યા
રીઝા હેન્ડ્રિક્સ, ક્વિન્ટન ડીકોક (વિકેટકીપર), એડન માર્કરામ (કેપ્ટન), ડેવાલ્ડ બ્રુઇસ, ડેવિડ મિલર, ડોનોવન ફરેરા, જ્યોર્જ લિન્ડે, માર્કો યાનસેન, લુથો સિપામ્લા, લુંગી એનગીડી અને ઓટનિલ બાર્ટમેન.







