મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IND vs SA પહેલી T20: હાર્દિકની ધમાકેદાર વાપસી, તેની શાનદાર ફિફ્ટીથી ભારતનો સ્કોર 175એ પહોંચ્યો

પહેલી T20માં ભારતે સાઉથ આફ્રિકાને 176 રનનો ટાર્ગેટ આપ્યો છે. આ મેચની છે

IND vs SA પહેલી T20: હાર્દિકની ધમાકેદાર વાપસી, તેની શાનદાર ફિફ્ટીથી ભારતનો સ્કોર 175એ પહોંચ્યો

પહેલી T20માં ભારતે સાઉથ આફ્રિકાને 176 રનનો ટાર્ગેટ આપ્યો છે. આ મેચની છેલ્લી આઠ ઓવરમાં 95 રન બન્યા હતા. હાર્દિક પંડ્યાએ એકલાએ 28 બોલમાં અણનમ 59 રન બનાવ્યા હતા. આ ઈનિંગમાં તેણે છ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા.

ભારતે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 175 રન બનાવ્યા હતા. હાર્દિક સિવાય અન્ય કોઈ પણ ભારતીય બેટ્સમેન સારું પ્રદર્શન કરી શક્યો નહીં. તિલક વર્માએ 32 બોલમાં 26 રન અને અક્ષર પટેલે 21 બોલમાં 23 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકા તરફથી સૌથી વધુ લુંગી ન્ગીડીએ ત્રણ વિકેટ લીધી હતી.

ફ્લોપ રહ્યા ભારતના ઓપનર્સ

આજની મેચમાં અભિષેક શર્મા, જે સામાન્ય રીતે ટીમ ઈન્ડિયાને ઝડપી શરૂઆત આપે છે, તે 17 રન બનાવીને આઉટ થયો. ODI સિરીઝ ગુમાવ્યા બાદ પાછો ટીમમાં ફરેલો શુભમન ગિલ માત્ર 4 રન બનાવી શક્યો. કેપ્ટન સૂર્યકુમાર યાદવ પણ ફક્ત 12 રન જ બનાવી શક્યો હતો.

તિલક વર્મા અને અક્ષર પટેલે અનુક્રમે 23 અને 26 રન બનાવ્યા, પરંતુ તેમની ધીમી ઇનિંગ્સે ભારતનો રન રેટ નોંધપાત્ર રીતે ઘટાડી દીધો.

હાર્દિક પંડ્યાએ T20 વર્લ્ડ ચેમ્પિયન ટીમની લાજ રાખી

જ્યારે હાર્દિક પંડ્યા બેટિંગ કરવા આવ્યો ત્યારે ભારતે 11.4 ઓવરમાં 78 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. રન રેટ 6થી થોડો વધારે હતો, જેના કારણે ટીમ માટે 150 સુધી પહોંચવું મુશ્કેલ બન્યું. શિવમ દુબે થોડા સમય માટે ક્રીઝ પર રહ્યો, પરંતુ 11 રન બનાવીને આઉટ થયો.

આ બધા વચ્ચે, હાર્દિક પંડ્યાએ વર્તમાન T20 વર્લ્ડ ચેમ્પિયન ભારતની લાજ રાખી. તે 28 બોલમાં 59 રન બનાવીને અણનમ રહ્યો. તેણે પોતાની તોફાની ઇનિંગમાં છ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા. એક સમયે, ભારત 12 ઓવરમાં 80 રન બનાવી શક્યું હતું, પરંતુ હાર્દિકની અડધી સદીને કારણે, ટીમ ઇન્ડિયાએ છેલ્લી આઠ ઓવરમાં 95 રન ઉમેર્યા હતા.

બીજી તરફ, દક્ષિણ આફ્રિકા માટે લુંગી ન્ગીડીએ ત્રણ વિકેટ લીધી, જ્યારે લુથો સિપામલાએ બે અને ડોનોવન ફેરેરાએ એક વિકેટ મેળવી હતી.

આ સમાચાર શેર કરો