મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IND vs SA પહેલી T20: થઈ ગયો આજની મેચનો ટોસ, ભારત પહેલા બેટિંગ કરશે

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે પહેલી T20I રમાવા જઈ રહી છે. આ મેચનો ટોસ થઈ ગયો છે, જેમાં દક

IND vs SA પહેલી T20: થઈ ગયો આજની મેચનો ટોસ, ભારત પહેલા બેટિંગ કરશે

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે પહેલી T20I રમાવા જઈ રહી છે. આ મેચનો ટોસ થઈ ગયો છે, જેમાં દક્ષિણ આફ્રિકાના કેપ્ટને ટોસ જીતી બોલિંગ લીધી છે. આમ, ભારત આજે પહેલા બેટિંગ કરવા મેદાનમાં ઉતરશે.

દક્ષિણ આફ્રિકાએ ટોસ જીત્યો

દક્ષિણ આફ્રિકાના કેપ્ટન એડન માર્કરામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. હવામાન અહેવાલો દર્શાવે છે કે રાત્રે કટકમાં ભારે ઝાકળ પડવાની સંભાવના છે. આ મેચમાં ટોસ મહત્વપૂર્ણ હતો. આ દરમિયાન ભારતનો કેપ્ટન સૂર્યકુમાર યાદવ આ ટોસ હારી ગયો હતો.

પાંચ મેચની T20 સિરીઝ આજથી શરૂ 

નોંધનીય છે કે, પહેલી T20 મેચ ઓડિશામાં કટકના બારાબતી સ્ટેડિયમમાં રમાવા જઈ રહી છે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પાંચ મેચની T20 સિરીઝ આજથી શરૂ થઈ રહી છે. આ પહેલા દક્ષિણ આફ્રિકાએ ભારતના પ્રવાસ દરમિયાન બે મેચની ટેસ્ટ સિરીઝ જીતી હતી. જોકે, ટીમ ઈન્ડિયાએ ત્યારબાદની ODI સિરીઝમાં મુલાકાતી ટીમને 2-1થી હરાવી હતી. 

ભારતની પ્લેઈંગ 11

અભિષેક શર્મા, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, જીતેશ શર્મા, અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ, જસપ્રિત બુમરાહ.

દક્ષિણ આફ્રિકાની પ્લેઇંગ 11

ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), એડન માર્કરામ (કેપ્ટન), ટ્રિસ્ટન સ્ટબ્સ, ડેવાલ્ડ બ્રુઇસ, ડેવિડ મિલર, ડોનોવન ફેરેરા, માર્કો યાનસેન, કેશવ મહારાજ, લુથો સિપામલા, એનરિક નોર્ખિયા, લુંગી એનગિડી.

આ સમાચાર શેર કરો