IND vs AUS PM-XI / ટીમ ઈન્ડિયાને થયું નુકસાન, મનુકા ઓવલમાં વરસાદના કારણે ટોસ વગર જ રદ્દ થયો પ્રથમ દિવસ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. સિરીઝની બીજી ટેસ્ટ ડે-નાઈટ પિંક બોલ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. સિરીઝની બીજી ટેસ્ટ ડે-નાઈટ પિંક બોલ ટેસ્ટ હશે. આ મેચની તૈયારી માટે ટીમ ઈન્ડિયાએ પ્રાઈમ મિનિસ્ટર ઈલેવન સામે બે દિવસીય વોર્મઅપ મેચ રમવાની હતી. વોર્મ-અપ મેચ આજે એટલે કે શનિવારથી શરૂ થવાની હતી, પરંતુ વરસાદના કારણે પ્રથમ દિવસ ટોસ વગર જ રદ્દ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: કેન વિલિયમસનના નામે નોંધાયો નવો રેકોર્ડ, ન્યુઝીલેન્ડ તરફથી પહેલી વખત થયું આ કારનામું
મેચના પહેલા દિવસનું રદ્દ થવું ટીમ ઈન્ડિયા માટે મોટું નુકસાન સાબિત થઈ શકે છે. કારણ કે હવે ટીમ ઈન્ડિયાને પિંક બોલ ટેસ્ટની તૈયારી માટે વોર્મઅપ મેચમાં માત્ર એક જ દિવસ મળશે. મનુકા ઓવલમાં આ મેચ રમાવાની છે, જ્યાં વરસાદ ટીમ ઈન્ડિયા માટે વિલન બની રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.
બીજા દિવસે મેચ 50-50 ઓવરની રહેશે
પ્રથમ દિવસ વરસાદને કારણે ધોવાઈ ગયા બાદ બંને ટીમો બીજા દિવસે 50 ઓવરની મેચ રમશે એટલે કે બીજા દિવસે બંને ટીમોએ 50-50 ઓવરની મેચ રમવાની રહેશે. આ રીતે ટીમ ઈન્ડિયાને બેટિંગ અને બોલિંગ બંને વિભાગમાં 50-50 ઓવર મળશે.
આ મેચ 06 ડિસેમ્બરથી રમાશે
બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બીજી મેચ 06 ડિસેમ્બરથી રમાશે. આ પિંક બોલની ડે-નાઈટ ટેસ્ટ હશે, જે એડિલેડ ઓવલ ખાતે રમાશે.
ભારત સિરીઝમાં 1-0થી આગળ
પાંચ મેચોની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ પર્થમાં રમાઈ હતી. પર્થ ટેસ્ટ જીતીને ટીમ ઈન્ડિયાએ સિરીઝમાં 1-0થી લીડ મેળવી લીધી છે. જસપ્રીત બુમરાહની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ ટેસ્ટ 295 રનથી જીતી હતી. જસપ્રીત બુમરાહ આ સિરીઝમાં ટીમ ઈન્ડિયાનો વાઈસ કેપ્ટન છે, જ્યારે રોહિત શર્મા નિયમિત કેપ્ટન છે. રોહિત શર્મા પોતાના બીજા બાળકના જન્મને કારણે સિરીઝની પ્રથમ ટેસ્ટમાં રમી શક્યો ન હતો, જેના કારણે જસપ્રિત બુમરાહે કેપ્ટનશિપની જવાબદારી લીધી હતી. બુમરાહની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું.








