મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IND vs NZ T20: કિવી ટીમને મળ્યો 239નો ટાર્ગેટ, અભિષેક શર્માએ રમી 84 રનની શાનદાર ઈનિંગ

ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે આજથી પાંચ T20 મેચોની સીરિઝ શરૂ થઈ

IND vs NZ T20: કિવી ટીમને મળ્યો 239નો ટાર્ગેટ, અભિષેક શર્માએ રમી 84 રનની શાનદાર ઈનિંગ

ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે આજથી પાંચ T20 મેચોની સીરિઝ શરૂ થઈ ગઈ છે. નાગપુરમાં રમાઈ રહેલી મેચમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ પસંદ કરી ભારતને બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતુ. જેમાં મેન ઈન બ્લૂ ટીમે 7 વિકેટ ગુમાવીને 238 રન બનાવ્યા હતા. તેથી, કિવી ટીમને 239 રનનો ટાર્ગેટ મળ્યો છે.

નોંધનીય છે કે, સાતમી ફેબ્રુઆરીથી T20 વર્લ્ડકપ-2026ની શરૂઆત થઈ રહી હોવાથી આ સીરિઝ ખૂબ જ મહત્ત્વની છે. વર્લ્ડકપ પહેલા બેટર, બોલરોને પોતાની પ્રતિભા દેખાડવાની અને ટીમની મજબૂતી દેખાડવાની આ છેલ્લી તક છે.

અભિષેકે રેકોર્ડ નોંધાવ્યો

T20 રેન્કિંગમાં નંબર વન બેટર અભિષેક શર્મા ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ T20 મેચમાં છવાઈ ગયો. એક તરફ નિયમિત ટીમ ઈન્ડિયાની વિકેટ્સ પડતી હોવા છતાં તેણે બીજા છેડે ચોગ્ગા છગ્ગા ફટકારવાનું ચાલુ રાખ્યું હતું. માત્ર 22 બોલમાં તેણે અર્ધી સદી ફટકારી હતી. આ સાથે બ્લેક કેપ્સ સામે T20માં તે સૌથી ઝડપી ફિફ્ટી ફટકારનારો ભારતીય બેટર બન્યો હતો. તેણે 8 છગ્ગા અને 5 ચોગ્ગા સાથે 35 બોલમાં 84 રન ફટકાર્યા હતા. 

બે વર્ષ બાદ તક મલી છતાં ઈશાન ફેલ

આ મેચમાં ઇશાન કિશન 785 દિવસ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમવા ઉતર્યો હતો. જો કે તે બે વર્ષ બાદ મળેલી આ તક ઝડપી શક્યો નહોતો અને માત્ર 8 રને આઉટ થયો હતો. લાંબા સમયથી આઉટ ઓફ ફોર્મ રહેલો કેપ્ટન સૂર્યકુમાર યાદવ આ મેચમાં 22 બોલમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 32 રન બનાવી આઉટ થયો હતો.

ભારતીય ટીમ

સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન, શ્રેયસ અય્યર, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી, રિંકુ સિંહ, અર્શદીપ સિંહ, રવિ બિશ્નોઈ, હર્ષિત રાણા.

ન્યૂઝીલેન્ડની ટીમ

મિચેલ સેન્ટનર (કેપ્ટન), ડેવોન કોનવે, બેવન જેકોબ્સ, ડેરીલ મિચેલ, ગ્લેન ફિલિપ્સ, ટિમ રોબિન્સન, જીમી નીશમ, ઈશ સોઢી, જેક ફોલ્ક્સ, માર્ક ચેપમેન, માઈકલ બ્રેસવેલ, રચિન રવીન્દ્ર, કાઈલ જેમિસન, મેટ હેનરી, જેકબ ડફી, ક્રિસ્ટિયન ક્લાર્ક.

ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે T20નો રેકોર્ડ

  • બંને દેશો કુલ 25 T20 રમી
  • ભારતે 12 મેચો જીતી
  • ન્યૂઝીલેન્ડે 10 મેચ જીટી
  • ત્રણ મેચો ટાઈ થઈ

આ સમાચાર શેર કરો