Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : IND vs NZ: Abhishek and Surya created history, Team India won the third match and took control of the series.

IND vs NZ: અભિષેક અને સૂર્યાએ રચ્યો ઇતિહાસ, ત્રીજી મેચ જીતી ટીમ ઈન્ડિયાએ સીરિઝ પર કર્યો કબજો

Timeછેલ્લું અપડેટ : 25 Jan 2026
લાઇવ ટીવીGoogle News
IND vs NZ: અભિષેક અને સૂર્યાએ રચ્યો ઇતિહાસ, ત્રીજી મેચ જીતી ટીમ ઈન્ડિયાએ સીરિઝ પર કર્યો કબજો
સોર્સ : gstv

IND vs NZની 3જી T20Iમાં અભિષેક અને સૂર્યાએ ઇતિહાસ રચી અડધી સદી ફટકારતા આ શ્રેણીમાં ભારતે અજેય લીડ મેળવી લધી છે. ભારત આ મેચ 8 વિકેટથી જીતી ચૂક્યું છે. ભારત 5 મેચોની આ સીરિઝમાં 3-0થી આગળ છે. 

App Store

ટીમ ઈન્ડિયા તરફથી અભિષેક શર્મા અને સૂર્યકુમાર યાદવે ધમાકેદાર અડધી સદી ફટકારી હતી. ગુવાહાટીમાં રમાયેલી મેચમાં ન્યૂઝીલેન્ડ 153 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતુ. જવાબમાં, ભારતીય ટીમે માત્ર 60 બોલમાં ટાર્ગેટ ચેઝ કરી ઇતિહાસ રચ્યો. આ સાથે, ટીમ ઈન્ડિયાએ પાંચ મેચની શ્રેણીમાં 3-0ની અજેય લીડ મેળવી લીધી છે.

પહેલી વિકેટ સંજુ સેમસનની ગુમાવી

154 રનના લક્ષ્યનો પીછો કરતી વખતે, ટીમ ઈન્ડિયાએ ઇનિંગના પહેલા બોલ પર સંજુ સેમસનની વિકેટ ગુમાવી દીધી. ઈશાન કિશન પણ વિસ્ફોટક રમ્યો, તેણે 13 બોલમાં 28 રન બનાવ્યા હતા. પરંતુ અભિષેક શર્મા અને સૂર્યકુમાર યાદવ અણનમ રહ્યા.

અભિષેક 68 રન બનાવીને અણનમ રહ્યો

અભિષેક શર્માએ 14 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી, જે આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાં ભારત માટે બીજી સૌથી ઝડપી અડધી સદી હતી. અભિષેક આ મેચમાં 20 બોલમાં 68 રન બનાવીને અણનમ રહ્યો. આ તોફાની ઇનિંગમાં તેણે 7 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા. દરમિયાન, કેપ્ટન સૂર્યકુમાર યાદવે સતત બીજી મેચમાં અડધી સદી ફટકારી હતી. તેણે 26 બોલમાં 57 રનની અણનમ ઇનિંગ રમી હતી.

ફક્ત 60 બોલમાં થયો ટાર્ગેટ ચેઝ

ભારતીય ટીમ T20 મેચના પાવરપ્લેમાં બીજા ક્રમે સૌથી વધુ સ્કોર કરનાર ટીમ પણ બની. ભારતીય બેટ્સમેનોએ પ્રથમ 6 ઓવરમાં 94 રન બનાવ્યા હતા. પાવરપ્લેમાં સૌથી વધુ રન બનાવવાનો વિશ્વ રેકોર્ડ ઇંગ્લેન્ડના નામે છે, જેણે પ્રથમ 6 ઓવરમાં 95 રન બનાવ્યા હતા. પાવરપ્લે સમાપ્ત થયા પછી, ભારતીય ટીમને 84 બોલમાં વધુ 60 રન બનાવવાની જરૂર હતી. ટીમ ઇન્ડિયાએ બાકીના 60 રન ફક્ત 24 બોલમાં બનાવ્યા હતા.