મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

કાલથી શરૂ થશે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ODI સિરીઝ, જાણી લો ક્યારે અને ક્યાં ફ્રીમાં જોઈ શકશો લાઈવ મેચ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચ મેચની T20 સિરીઝ સમાપ્ત થઈ ગઈ છે. ભારતે આ સિરીઝ 4-1થી જીતી હતી. હવે બંને ટીમો આવતીકાલે એ

કાલથી શરૂ થશે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ODI સિરીઝ, જાણી લો ક્યારે અને ક્યાં ફ્રીમાં જોઈ શકશો લાઈવ મેચ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચ મેચની T20 સિરીઝ સમાપ્ત થઈ ગઈ છે. ભારતે આ સિરીઝ 4-1થી જીતી હતી. હવે બંને ટીમો આવતીકાલે એટલે કે 6 ફેબ્રુઆરી, ગુરુવારથી ત્રણ મેચની ODI સિરીઝ માટે એકબીજા સામે ટકરાશે. ODI સિરીઝમાં, રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા અનુભવી ખેલાડીઓ ટીમ ઈન્ડિયામાં પાછા ફરશે. ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ટીમ ઈન્ડિયા માટે આ છેલ્લી ODI સિરીઝ હશે. તો આવી સ્થિતિમાં, તમારા મનમાં એક પ્રશ્ન ઉદભવતો હશે કે તમે આ સિરીઝ લાઈવ કેવી રીતે જોઈ શકશો? અહીં અમે તમને જણાવીશું કે તમે ક્યારે, ક્યાં અને કેવી રીતે સિરીઝ ફ્રીમાં લાઈવ જોઈ શકશો.

ODI સિરીઝ ક્યારે શરૂ થશે?

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની ODI સિરીઝ 06 ફેબ્રુઆરી, ગુરુવારથી શરૂ થશે. સિરીઝની બીજી મેચ 09 ફેબ્રુઆરી, રવિવારે રમાશે અને સિરીઝની છેલ્લી મેચ બુધવાર, 12 ફેબ્રુઆરીના રોજ રમાશે.

મેચ કેટલા વાગ્યે શરૂ થશે?

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી ODI સિરીઝની મેચ બપોરે 1:30 વાગ્યે શરૂ થશે. મેચ માટે ટોસ બપોરે 1:00 વાગ્યે થશે.

ટીવી પર લાઈવ ક્યાં જોઈ શકશો?

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી ODI સિરીઝનું ભારતમાં ટીવી પર સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક દ્વારા લાઈવ ટેલીલિકાસ્ટ કરવામાં આવશે.

લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં જોવા મળશે?

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી ODI સિરીઝનું ડિઝની પ્લસ હોટસ્ટાર પર લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવશે. આ લાઈવ સ્ટ્રીમિંગ મોબાઈલ પર ફ્રીમાં જોઈ શકાશે.

ભારત વિરુદ્ધ ઈંગ્લેન્ડ હેડ ટુ હેડ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 107 ODI મેચ રમાઈ છે. આ હેડ ટુ હેડ મેચમાં ટીમ ઈન્ડિયાનો હાથ ઉપર હોય તેવું લાગે છે. ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધીમાં 58 મેચ જીતી છે. જ્યારે ઈંગ્લેન્ડે 44 મેચ જીતી છે. આ ઉપરાંત, બંને વચ્ચે ત્રણ મેચ ટાઈમાં સમાપ્ત થઈ છે અને બે મેચ અનિર્ણિત રહી છે.

આ સમાચાર શેર કરો