મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IND vs BAN / બાંગ્લાદેશ બેક ફૂટ પર... ભારતે 308 રનની લીડ સાથે સમાપ્ત કરી બીજા દિવસની રમત

ચેન્નાઈ ટેસ્ટ મેચના બીજા દિવસની રમત સમાપ્ત થઈ ગઈ છે. બાંગ્લાદેશને 149 રનમાં ઓલઆઉટ કર્યા બાદ ભાર

IND vs BAN / બાંગ્લાદેશ બેક ફૂટ પર... ભારતે 308 રનની લીડ સાથે સમાપ્ત કરી બીજા દિવસની રમત

ચેન્નાઈ ટેસ્ટ મેચના બીજા દિવસની રમત સમાપ્ત થઈ ગઈ છે. બાંગ્લાદેશને 149 રનમાં ઓલઆઉટ કર્યા બાદ ભારતે બીજા દિવસની રમત પૂરી થાય ત્યાં સુધી 3 વિકેટ ગુમાવીને 81 રન બનાવી લીધા છે. ભારતની કુલ લીડ હવે 308 રન છે. બીજી ઈનિંગમાં ભારતે રોહિત શર્મા (5), યશસ્વી જયસ્વાલ (10) અને વિરાટ કોહલી (17) ની મોટી વિકેટ ગુમાવી દીધી હતી.

ટેસ્ટ મેચના બીજા દિવસની શરૂઆત અશ્વિન અને જાડેજાની બેટિંગથી થઈ હતી. જોકે, ભારતીય બેટ્સમેનો પ્રથમ દિવસે સ્કોરમાં વધુ રન ઉમેરવામાં સફળ રહ્યા ન હતા. અશ્વિને 113 રન બનાવ્યા હતા અને જાડેજા તેની સદી ચુક્યો હતો. જાડેજાએ 86 રનની ઈનિંગ રમી હતી. ભારતની પ્રથમ ઈનિંગ 376 રન પર સમેટાઈ ગઈ હતી. બાંગ્લાદેશના હસન મહમૂદે પંજો ખોલ્યો હતો. જવાબમાં ભારતીય બોલરોએ બાંગ્લાદેશની પ્રથમ ઈનિંગ પર પ્રભુત્વ જમાવ્યું હતું. જસપ્રીત બુમરાહની 4 વિકેટ અને સિરાજ (2 વિકેટ), આકાશદીપ (2 વિકેટ), જાડેજા (2 વિકેટ) ની શાનદાર બોલિંગે મહેમાનોને 149 રનમાં ઓલઆઉટ કરી અને મોટી લીડ મેળવી હતી.

ભારતની ટીમ 

રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, રિષભ પંત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, જસપ્રિત બુમરાહ, આકાશ દીપ, મોહમ્મદ સિરાજ.

બાંગ્લાદેશની ટીમ 

શાદમાન ઈસ્લામ, ઝાકિર હસન, નઝમુલ હુસૈન શાંતો (કેપ્ટન), મોમિનુલ હક, મુશફિકુર રહીમ, શાકિબ અલ હસન, લિટન દાસ (વિકેટકીપર), મેહદી હસન મિરાજ, તસ્કીન અહેમદ, હસન મહમૂદ, નાહીદ રાણા.

આ સમાચાર શેર કરો