મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IND vs AUS 3rd T20: ભારતે વિરોધી ટીમના બેટર્સનો વારો પાડ્યો, અડધી ટીમ પેવેલિયન પરત ફરી

વરુણ ચક્રવર્તી અને અર્શદીપની ઓવરોએ આખી મેચ પલટ

IND vs AUS 3rd T20: ભારતે વિરોધી ટીમના બેટર્સનો વારો પાડ્યો, અડધી ટીમ પેવેલિયન પરત ફરી

વરુણ ચક્રવર્તી અને અર્શદીપની ઓવરોએ આખી મેચ પલટી નાંખી અને ભારતે ઓસ્ટ્રેલિયાના પાંચ બેટર્સને પેવેલિયન પરત મોકલી દીધા છે. 14 ઓવર પછી ઓસ્ટ્રેલિયાનો સ્કોર 125/5 છે. 2-2 વિકેટ અર્શદીપ અને વરુણને મળી હતી. તેમજ એક વિકેટ શિવમ દુબેના ખાતામાં ગઈ હતી.

ટિમ ડેવિડે વિસ્ફોટક ઇનિંગ રમી

ટિમ ડેવિડે ભારત સામેની ત્રીજી T20I માં વિસ્ફોટક ઇનિંગ રમી. તેણે 38 બોલમાં 74 રન બનાવ્યા હતા. તેણે ઇનિંગમાં પાંચ છગ્ગા અને આઠ ચોગ્ગા ફટકાર્યા હતા. તેણે માત્ર 23 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. આમ, તેણે ટ્રેવિસ હેડને પાછળ છોડીને ભારત સામે અડધી સદી ફટકારનાર બીજા સૌથી ઝડપી ઓસ્ટ્રેલિયન બેટ્સમેન બની ગયો છે.

આ સમાચાર શેર કરો