મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IND vs AUS / ઓસ્ટ્રેલિયા એ જીત્યો ટોસ, પહેલા બેટિંગ કરશે ભારત; આવી છે બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી T20I આજે, શુક્રવાર, 31 ઓક્ટોબરના રોજ રમાઈ રહી છે. બીજી T20Iમ

IND vs AUS / ઓસ્ટ્રેલિયા એ જીત્યો ટોસ, પહેલા બેટિંગ કરશે ભારત; આવી છે બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી T20I આજે, શુક્રવાર, 31 ઓક્ટોબરના રોજ રમાઈ રહી છે. બીજી T20Iમાં ઓસ્ટ્રેલિયા એ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ મેચ મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પહેલી T20I મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. આ મેચમાં પહેલા બેટિંગ કરતા ભારતે એક વિકેટ ગુમાવીને 97 રન બનાવ્યા હતા, પરંતુ વરસાદને કારણે રમતમાં વિક્ષેપ પડ્યો હતો.

સૂર્યકુમાર યાદવ ફરી એકવાર ટોસ હારી ગયો, પરંતુ તેને પહેલા બેટિંગ કરવામાં કોઈ સમસ્યા નથી. ટોસ સમયે સૂર્યાએ કહ્યું, "અમે પહેલા બેટિંગ કરીને ખુશ છીએ. અમે આ પ્રકારનું ક્રિકેટ રમવા માંગીએ છીએ." આ સિવાય તેણે શુભમન વિશે કહ્યું, "તે જાણે છે કે રન કેવી રીતે બનાવવા. તેની સાથે, તમારે વિકેટો વચ્ચે ઝડપથી દોડવું પડે છે." તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયાએ પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર નથી કર્યો. 

બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન

ભારત: અભિષેક શર્મા, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), શિવમ દુબે, અક્ષર પટેલ, હર્ષિત રાણા, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ.

ઓસ્ટ્રેલિયા: ટ્રેવિસ હેડ, મિચેલ માર્શ (કેપ્ટન), જોશ ઈંગ્લિસ (વિકેટકીપર), માર્કસ સ્ટોઈનિસ, ટિમ ડેવિડ, મિચેલ ઓવેન, જોશ ફિલિપ, નાથન એલિસ, ઝેવિયર બાર્ટલેટ, મેથ્યુ કુહનેમેન, જોશ હેઝલવુડ.

આ સમાચાર શેર કરો