મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IND vs AUS / પર્થ ટેસ્ટમાં બીજા દિવસની રમત સમાપ્ત, યશસ્વી-રાહુલ રહ્યા અણનમ, ભારત 218 રનથી આગળ

પર્થ ટેસ્ટમાં બીજા દિવસની રમત સમાપ્ત થઈ ગઈ છે. બીજા દિવસે ભારતે બીજી ઈનિંગમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના 172

IND vs AUS / પર્થ ટેસ્ટમાં બીજા દિવસની રમત સમાપ્ત, યશસ્વી-રાહુલ રહ્યા અણનમ, ભારત 218 રનથી આગળ

પર્થ ટેસ્ટમાં બીજા દિવસની રમત સમાપ્ત થઈ ગઈ છે. બીજા દિવસે ભારતે બીજી ઈનિંગમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના 172 રન બનાવ્યા હતા. યશસ્વી 90 રન બનાવીને અણનમ છે અને હવે ત્રીજા દિવસે તેની પાસેથી સદીની અપેક્ષા રાખવામાં આવશે. બીજા દિવસના અંત સુધીમાં ભારતની કુલ લીડ 218 રનની થઈ ગઈ છે. યશસ્વીની સાથે કેએલ રાહુલ પણ 62 રન બનાવીને અણનમ છે. આ બંનેએ ઓસ્ટ્રેલિયન બોલરોની હાલત ખરાબ કરી દીધી છે.

આ પણ વાંચો: IPL 2025 / મેગા ઓક્શન માટે કઈ ટીમ પાસે કેટલા પૈસા બાકી છે? એક ક્લિકમાં જાણો દરેક ફ્રેન્ચાઈઝીની પર્સ વેલ્યુ

ટીમ ઈન્ડિયાએ બીજી ઈનિંગમાં અત્યાર સુધી કોઈપણ નુકશાન વિના 172 રન બનાવ્યા છે. જ્યારે પ્રથમ ઈનીંગમાં 150 રન જ બનાવ્યા હતા. જોકે તે પછી બોલરોના શાનદાર પ્રદર્શનના કારણે ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાની ટીમને 104 રનમાં ઓલઆઉટ કરીને 46 રનની લીડ મેળવી લીધી હતી.

આ પછી બીજી ઈનીંગમાં રાહુલ અને યશસ્વી ઓપનીંગ કરવા આવ્યા હતા. રાહુલે 153 બોલનો સામનો કર્યો અને અણનમ 62 રન બનાવ્યા. તેણે 4 ચોગ્ગા ફટકાર્યા હતા. યશસ્વીએ 193 બોલનો સામનો કર્યો અને અણનમ 90 રન બનાવ્યા. યશસ્વીએ આ દરમિયાન 7 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા.

બીજા દિવસે ઓસ્ટ્રેલિયાના બોલરોને વિકેટ ન મળી

ઓસ્ટ્રેલિયન બોલરો ભારતીય ઓપનિંગ જોડીને તોડી ન શક્યા. મિચેલ સ્ટાર્કે 12 ઓવરમાં 43 રન આપ્યા હતા. તેણે 2 મેડન ઓવર ફેફી હતી. જોશ હેઝલવુડે 10 ઓવરમાં 9 રન આપ્યા 5 મેડન ઓવર ફેકી હતી. કેપ્ટન પેટ કમિન્સે 13 ઓવરમાં 44 રન આપ્યા હતા. તેણે 2 મેડન ઓવર ફેકી હતી. નાથન લિયોને 13 ઓવરમાં 8 રન આપ્યા હતા. તેણે 3 મેડન ઓવર ફેકી હતી. જોકે, આમાંથી કોઈ બોલર વિકેટ લઈ શક્યો નહોતો.

ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઈનિંગ

પ્રથમ ઈનિંગમાં ઓસ્ટ્રેલિયા તરફથી મિચેલ સ્ટાર્કે સૌથી વધુ 26 રન બનાવ્યા હતા. આખી ટીમ 104 રનના સ્કોર પર સમેટાઈ ગઈ હતી. ઓપનર ઉસ્માન ખ્વાજા 8 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. મેકસ્વીની 10 રન બનાવીને આઉટ થયો હતો. લાબુશેન 2 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. સ્ટીવ સ્મિથ ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. ટ્રેવિસ હેડ 11 રન બનાવીને આઉટ થયો હતો. મિચેલ માર્શ 6 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.

ભારતીય બોલરોએ તબાહી મચાવી દીધી

પ્રથમ ઈનિંગ બુમરાહે ભારત માટે ઘાતક બોલિંગ કરી. તેણે 5 વિકેટ લીધી હતી. બુમરાહે 18 ઓવરમાં 30 રન આપ્યા અને 6 મેડન ઓવર ફેકી હતી. હર્ષિત રાણાએ 3 વિકેટ લીધી હતી. તેણે 15.2 ઓવરમાં 48 રન આપ્યા હતા. મોહમ્મદ સિરાજે 2 વિકેટ લીધી હતી. તેણે 13 ઓવરમાં 20 રન આપ્યા હતા. 

આ સમાચાર શેર કરો