IPL 2025 / મેગા ઓક્શન માટે કઈ ટીમ પાસે કેટલા પૈસા બાકી છે? એક ક્લિકમાં જાણો દરેક ફ્રેન્ચાઈઝીની પર્સ વેલ્યુ
હવે IPL 2025 માટે યોજાનારી મેગા ઓક્શન માટે એક જ દિવસ બાકી છે. આ વખતે મેગા ઓક્શન સાઉદી અરેબિયાના જેદ્દાહ

હવે IPL 2025 માટે યોજાનારી મેગા ઓક્શન માટે એક જ દિવસ બાકી છે. આ વખતે મેગા ઓક્શન સાઉદી અરેબિયાના જેદ્દાહ શહેરમાં યોજાશે. આ મેગા ઓક્શન 24 અને 25 નવેમ્બરે યોજાશે, જેમાં તમામ 10 ફ્રેન્ચાઈઝી ખલેઅદિઓ પર બોલી લગાવતી જોવા મળશે. કેટલીક ટીમોએ ખેલાડીઓને રિટેન કરવા માટે સારી એવી રકમ ખર્ચી છે.
આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે ખેલાડીઓને રિટેન કરવા માટે કઈ ટીમે કેટલા પૈસા ખર્ચ્યા અને હવે મેગા ઓક્શન માટે કોની પાસે કેટલા પૈસા બાકી છે.
કઈ ટીમ પાસે કેટલા પૈસા બાકી છે?
તમને જણાવી દઈએ કે IPL 2025ની મેગા ઓક્શન માટે તમામ ટીમોની પર્સ વેલ્યુ 120 કરોડ રૂપિયા છે, જેમાંથી તમામ ટીમોએ ખેલાડીઓને રિટેન કરવામાં ખર્ચ કર્યો હતો. મેગા ઓક્શન માટે પંજાબ કિંગ્સ પાસે સૌથી વધુ રકમ બાકી છે. પંજાબે માત્ર 2 ખેલાડીઓને રિટેન કર્યા હતા, જેમાં તેણે 9.5 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. આવી સ્થિતિમાં પંજાબ પાસે એક શાનદાર ટીમ બનાવવાની સુવર્ણ તક છે.
તમામ ટીમોની પર્સ વેલ્યુ
- પંજાબ કિંગ્સ - 110.5 કરોડ રૂપિયા બાકી (9.5 કરોડ રૂપિયા રિટેન્શન માટે ખર્ચ્યા)
- સનરાઈઝર્સ હૈદરાબાદ - 45 કરોડ રૂપિયા બાકી (75 કરોડ રૂપિયા રિટેન્શન માટે ખર્ચ્યા)
- મુંબઈ ઈન્ડિયન્સ - 45 કરોડ રૂપિયા બાકી (75 કરોડ રૂપિયા રિટેન્શન માટે ખર્ચ્યા)
- લખનૌ સુપર જાયન્ટ્સ - 69 કરોડ રૂપિયા બાકી (51 કરોડ રૂપિયા રિટેન્શન માટે ખર્ચ્યા)
- રાજસ્થાન રોયલ્સ - 41 કરોડ રૂપિયા બાકી (79 કરોડ રૂપિયા રિટેન્શન માટે ખર્ચ્યા)
- ચેન્નાઈ સુપર કિંગ્સ - 65 કરોડ રૂપિયા બાકી (55 કરોડ રૂપિયા રિટેન્શન માટે ખર્ચ્યા)
- કોલકાતા નાઈટ રાઈડર્સ - 51 કરોડ રૂપિયા બાકી (69 કરોડ રૂપિયા રિટેન્શન માટે ખર્ચ્યા)
- ગુજરાત ટાઇટન્સ - 69 કરોડ રૂપિયા બાકી (51 કરોડ રૂપિયા રિટેન્શન માટે ખર્ચ્યા)
- દિલ્હી કેપિટલ્સ - 73 કરોડ રૂપિયા બાકી (47 કરોડ રૂપિયા રિટેન્શન માટે ખર્ચ્યા)
- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર - 83 કરોડ રૂપિયા બાકી (37 કરોડ રૂપિયા રિટેન્શન માટે ખર્ચ્યા).






