મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IND vs AUS 1st Test / માત્ર 104 રનમાં સમેટાઈ ઓસ્ટ્રેલિયાની ઈનિંગ, ભારતને મળી 46 રનની લીડ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ ટેસ્ટની બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટ પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં રમાઈ

IND vs AUS 1st Test / માત્ર 104 રનમાં સમેટાઈ ઓસ્ટ્રેલિયાની ઈનિંગ, ભારતને મળી 46 રનની લીડ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ ટેસ્ટની બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટ પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આજે મેચનો બીજો દિવસ છે. પ્રથમ દિવસે કુલ 17 વિકેટ પડી હતી. ભારતીય ટીમ પ્રથમ ઈનિંગમાં માત્ર 150 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. જો કે, આ પછી તેણે બોલિંગમાં શાનદાર વાપસી કરી હતી. પ્રથમ દિવસના નાત સુધીમાં ઓસ્ટ્રેલિયાએ 67 રન કર્યા હતા અને 7 વિકેટ ગુમાવી હતી.

આ પણ વાંચો: IND vs AUS / જસપ્રીત બુમરાહે તોડ્યો કપિલ દેવનો રેકોર્ડ, ઓસ્ટ્રેલિયા 5મો દેશ બન્યો જ્યાં કર્યું આ કારનામું

સ્ટમ્પના સમયે એલેક્સ કેરી 19 રને અને મિચેલ સ્ટાર્ક 6 રન બનાવીને અણનમ હતા. ભારત માટે પહેલા દિવસે જસપ્રીત બુમરાહે સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી. જ્યારે મોહમ્મદ સિરાજે બે અને પોતાની ડેબ્યુ ટેસ્ટ રમી રહેલા હર્ષિત રાણાએ એક વિકેટ લીધી હતી. આજે એટલે કે બીજા દિવસની શરૂઆતમાં જ બુમરાહે એલેક્સ કેરીને આઉટ કરીને પોતાની 5મી વિકેટ લીધી હતી. જ્યારે હર્ષિત રાણાએ બાકીની બે વિકેટ લઈને ઓસ્ટ્રેલિયાની ટીમને 104 રન પર ઓલાઆઉટ કરી દીધી હતી. આ સાથે ભારતને 46 રનની લીડ મળી છે.

પ્રથમ ઈનિંગમાં ભારતનું પ્રદર્શન

આ પહેલા ગઈકાલે પર્થ ટેસ્ટમાં ભારતીય કેપ્ટન જસપ્રિત બુમરાહે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જે બાદ રિષભ પંત અને ડેબ્યુડન્ટ નીતીશ કુમાર રેડ્ડીની મદદથી ભારતે પ્રથમ ઈનીંગમાં 150 રન બનાવ્યા હતા. વિકેટકીપર બેટ્સમેન પંતે 78 બોલમાં 37 રનની ઈનિંગ રમી હતી. તો નીતીશ કુમાર રેડ્ડીએ 59 બોલમાં 41 રનની મહત્ત્વપૂર્ણ ઈનિંગ રમી હતી. આ બંને સિવાય કેએલ રાહુલે 26 રનની ટૂંકી પરંતુ મહત્ત્વપૂર્ણ ઈનિંગ રમી હતી.

આ સમાચાર શેર કરો