IND vs AUS / ક્યારે અને ક્યાં લાઈવ જોઈ શકશો પહેલી ODI મેચ? અહીં જાણો દરેક વિગતો

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રવિવારથી 3 મેચની ODI સિરીઝ રમાશે. આ સિરીઝમાં શુભમન ગિલ માટે ODI કેપ્ટન તરીકે ડેબ્યુ સિરીઝ હશે. વિરાટ કોહલી અને રોહિત શર્મા પણ આ સિરીઝનો ભાગ છે, જે બંને ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પછી પહેલીવાર મેદાન પર જોવા મળશે. નોંધપાત્ર વાત એ છે કે, રોહિત અને વિરાટ હવે શુભમન ગિલની કેપ્ટનશિપ હેઠળ રમશે. ઓસ્ટ્રેલિયાનો નિયમિત કેપ્ટન પેટ કમિન્સ આ સિરીઝનો ભાગ નથી. તે હાલમાં ઈજામાંથી સ્વસ્થ થઈ રહ્યો છે. મિશેલ માર્શ તેના સ્થાને ટીમનું નેતૃત્વ કરશે. ચાલો તમને આ મેચ અંગેની વિગતો જણાવી દઈએ.
પહેલી ODI ક્યારે રમાશે?
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પહેલી ODI આવતીકાલે એટલે કે 19 ઓક્ટોબરે રમાશે. બંને ટીમો વચ્ચે 3 મેચની ODI સિરીઝ રવિવારથી શરૂ થશે.
પહેલી ODI ક્યાં રમાશે?
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પહેલી ODI ઓસ્ટ્રેલિયામાં પર્થ સ્ટેડિયમમાં રમાશે.
પહેલી ODI કેટલા વાગ્યે શરૂ થશે?
પર્થમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પહેલી ODI મેચ ભારતીય સમય મુજબ સવારે 9:00 વાગ્યે શરૂ થશે. જ્યારે ટોસ સવારે 8:30 વાગ્યે થશે.
પહેલી ODI ક્યાં લાઈવ જોઈ શકશો?
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પહેલી ODI ટીવી પર સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક ચેનલ પર જોઈ શકો છો. મોબાઈલ પર મેચ જોવા ઈચ્છતા દર્શકો JioHotstar પર સ્ટ્રીમ કરી શકે છે.
ODI સિરીઝ માટે બંને ટીમો
ભારત: શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર (વાઈસ કેપ્ટન), અક્ષર પટેલ, કેએલ રાહુલ, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણા, ધ્રુવ જુરેલ અને યશસ્વી જયસ્વાલ.
ઓસ્ટ્રેલિયા: મિચેલ માર્શ (કેપ્ટન), ઝેવિયર બાર્ટલેટ, કૂપર કોનોલી, બેન બેન ડ્વારસુઇસ, નાથન એલિસ, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, મેથ્યુ કુહનેમન, માર્નસ લાબુશેન, મિચેલ ઓવેન, જોશ ફિલિપ, મેથ્યુ રેનશો, મેથ્યુ શોર્ટ અને મિચેલ સ્ટાર્ક.

