મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IND vs AFG / પહેલી ODIમાં ભારતીય ટીમે જીત્યો ટોસ, પહેલા બોલિંગ કરવાનો કર્યો નિર્ણય; બે ખેલાડીએ કર્યું ડેબ્યુ

આજે (13 જૂન) ધર્મશાલાના HPCA સ્ટેડિયમમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચની ODI સિરીઝની

IND vs AFG / પહેલી ODIમાં ભારતીય ટીમે જીત્યો ટોસ, પહેલા બોલિંગ કરવાનો કર્યો નિર્ણય; બે ખેલાડીએ કર્યું ડેબ્યુ
આ સમાચાર સાંભળો

આજે (13 જૂન) ધર્મશાલાના HPCA સ્ટેડિયમમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચની ODI સિરીઝની પહેલી મેચ રમાઈ રહી છે. આ ODI સિરીઝ 2027ના ODI વર્લ્ડ કપ માટે તૈયારીની દૃષ્ટિએ બંને ટીમો માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. જેમાં પહેલી મેચમાં ભારતના કેપ્ટને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ભારતીય ટીમમાંથી હર્ષ દુબે અને ગુરનુર બરારે ડેબ્યુ કર્યું છે. વરસાદના કારણે વિક્ષેપિત થયેલી આ મેચ હવે 25-25 ઓવરની રમાશે.

બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન

ભારત: રોહિત શર્મા, શુભમન ગિલ (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, હર્ષ દુબે, ગુરનુર બરાર અને પ્રસિદ્ધ કૃષ્ણા.

અફઘાનિસ્તાન: ઈબ્રાહિમ ઝદરાન, રહેમાનુલ્લા ગુરબાઝ, સેદીકુલ્લાહ અટલ, રહમત શાહ, હશમતુલ્લાહ શાહિદી (કેપ્ટન), અઝમતુલ્લા ઉમરઝઈ, ઇકરામ અલીખિલ (વિકેટકીપર), રાશિદ ખાન, મોહમ્મદ સલીમ સફી, એએમ ગઝનફર અને ઝિયા ઉર રહેમાન શરીફી.

આ સમાચાર શેર કરો