Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : ICC Women's World Cup 2025 points table after IND-W vs PAK-W

Women's World Cup 2025 / પાકિસ્તાનને હરાવીને પોઈન્ટ્સ ટેબલમાં ટોપ પર પહોંચ્યું ભારત, જાણો અન્ય ટીમના હાલ

Timeછેલ્લું અપડેટ : 06 Oct 2025
લાઇવ ટીવીGoogle News
Women's World Cup 2025 / પાકિસ્તાનને હરાવીને પોઈન્ટ્સ ટેબલમાં ટોપ પર પહોંચ્યું ભારત, જાણો અન્ય ટીમના હાલ
સોર્સ : Google

વિમેન્સ ODI વર્લ્ડ કપ 2025માં છ મેચ રમાઈ ચૂકી છે. રવિવારે, ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમે પાકિસ્તાનને 88 રનથી હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા, હરમનપ્રીત કૌર અને તેની ટીમે 247 રન બનાવ્યા, પરંતુ જવાબમાં, પાકિસ્તાન 159 રનમાં ઓલઆઉટ થઈ ગયું. આ એડિશનમાં ભારતની સતત બીજી જીત અને પાકિસ્તાનની સતત બીજી હાર છે. અગાઉ ભારતે શ્રીલંકાને અને બાંગ્લાદેશે પાકિસ્તાનને હરાવ્યું હતું. ચાલો જાણીએ પોઈન્ટ્સ ટેબલમાં હાલમાં દરેક ટીમ ક્યા સ્થાન પર છે.

App Store

પાકિસ્તાન સામે રવિવારના મેચ પહેલા, ભારતીય વિમેન્સ ટીમ પોઈન્ટ્સ ટેબલમાં ચોથા સ્થાને હતી. જ્યારે ઓસ્ટ્રેલિયા ટોપ પર હતું, પરંતુ પાકિસ્તાનને હરાવ્યા પછી, ટીમ ઈન્ડિયા પોઈન્ટ્સ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે. ઓસ્ટ્રેલિયા બીજા સ્થાને સરકી ગયું છે. બાંગ્લાદેશ અને ઈંગ્લેન્ડ પણ એક-એક સ્થાન નીચે આવી ગયા છે.

પોઈન્ટ્સ ટેબલમાં ટીમ ઈન્ડિયા ટોપ પર

ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમે બેમાંથી બે મેચ જીતી છે. ટીમ ઈન્ડિયા 4 પોઈન્ટ અને +1.515ની નેટ રન રેટ સાથે પ્રથમ સ્થાને છે. ઓસ્ટ્રેલિયા બીજા સ્થાને છે, જેણે તેની 2 મેચમાંથી 1 જીતી હતી અને વરસાદને કારણે એક મેચ રદ્દ થયા બાદ તેને ફક્ત 1 પોઈન્ટથી સંતોષ માનવો પડ્યો હતો. ઓસ્ટ્રેલિયાના 3 પોઈન્ટ છે અને ટીમ ઈન્ડિયા કરતા સારી નેટ રન રેટ (+1.780) છે.

હાલમાં ટોપ 4માં ભારત, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને બાંગ્લાદેશ છે. ઈંગ્લેન્ડ અને બાંગ્લાદેશ બંનેએ પોતાની પહેલી મેચ જીતી છે. ઈંગ્લેન્ડ ત્રીજા ક્રસ્થાને છે અને બાંગ્લાદેશ ચોથા સ્થાને છે. ઈંગ્લેન્ડની નેટ રન રેટ (+3.773) ટોપ-2 ટીમો કરતા પણ સારી છે. આનો અર્થ એ થયો કે જો ઈંગ્લેન્ડ તેની આગામી મેચ જીતે છે, તો તે પોઈન્ટ્સ ટેબલમાં ટોપ પર આવી જશે. બાંગ્લાદેશે પાકિસ્તાન સામેની તેની મેચ 7 વિકેટે જીત હતી, જેના કારણે તે +1.623ની નેટ રન રેટ સાથે પોઈન્ટ્સ ટેબલમાં ચોથા સ્થાને છે.

શ્રીલંકાએ 2 મેચ રમી છે, જેમાં 1 હારી છે અને 1 વરસાદને કારણે રદ્દ કરવામાં આવી હતી. શ્રીલંકા પાસે 1 પોઈન્ટ છે. જ્યારે પાકિસ્તાન તેની શરૂઆતની બંને મેચ હાર્યા બાદ છઠ્ઠા સ્થાને છે. તેની નેટ રન રેટ (-1.777) ખૂબ જ ખરાબ છે. ન્યુઝીલેન્ડ અને સાઉથ આફ્રિકા અનુક્રમે 7મા અને 8મા સ્થાને છે.

વિમેન્સ વર્લ્ડ કપમાં આજે કોની મેચ છે?

વિમેન્સ વર્લ્ડ કપમાં આજે (6 ઓક્ટોબર) ન્યુઝીલેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચેની મેચ છે, જે ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાશે. બંને ટીમો પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે છે. આજે જીતવાથી ટીમ પોઈન્ટ ટેબલમાં 5મા કે 6ઠ્ઠા સ્થાને પહોંચી જશે.