Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : India tour of Australia schedule of ODI and T20I series

IND vs AUS / ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર આટલી ODI અને T20I મેચ રમશે ભારતીય ટીમ, અહીં જાણો સંપૂર્ણ શેડ્યૂલ

Timeછેલ્લું અપડેટ : 05 Oct 2025
લાઇવ ટીવીGoogle News
IND vs AUS / ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર આટલી ODI અને T20I મેચ રમશે ભારતીય ટીમ, અહીં જાણો સંપૂર્ણ શેડ્યૂલ
સોર્સ : GSTV

ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર 3 ODI અને 5 T20I રમશે. સિલેક્ટર્સે ODI અને T20I બંને માટે અલગ અલગ ટીમોની જાહેરાત કરી છે. શુભમન ગિલને ODI ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે, જ્યારે સૂર્યકુમાર યાદવ T20I ટીમની કમાન સંભાળશે. પહેલા ODI સિરીઝ રમાશે, ત્યારબાદ બંને ટીમો વચ્ચે T20I સિરીઝ રમાશે.

App Store

રોહિત શર્મા અને વિરાટ કોહલીનો પણ ODI ટીમમાં સામેલ

સિલેક્ટર્સે યુવા શુભમન ગિલને ODI ટીમના કેપ્ટન અને શ્રેયસ અય્યરને વાઈસ કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે. રોહિત શર્મા, વિરાટ કોહલી અને કેએલ રાહુલ જેવા સિનિયર ખેલાડીઓને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ટેસ્ટ અને T20Iમાંથી નિવૃત્તિ લઈ લીધી છે, તેઓ આ પ્રવાસ પર માત્ર ODI મેચ જ રમશે. યુવા કેપ્ટનના નેતૃત્વ હેઠળ, ભારતીય ટીમ 2027 ODI વર્લ્ડ કપ માટે તૈયારીઓ શરૂ કરવા માંગશે.

પહેલી ODI મેચ 19 ઓક્ટોબરે રમાશે

ODI સિરીઝની પહેલી મેચ 19 ઓક્ટોબરે પર્થ ગ્રાઉન્ડ પર રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ સવારે 11:00 વાગ્યે શરૂ થશે. ત્યારબાદ 23 ઓક્ટોબરે એડિલેડમાં બીજી ODI રમાશે, જે ભારતીય સમય મુજબ સવારે 9:30 વાગ્યે શરૂ થશે. ત્યારબાદ સિરીઝની ત્રીજી અને અંતિમ મેચ 25 ઓક્ટોબરે ઐતિહાસિક સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે, જે ભારતીય સમય મુજબ સવારે 9:00 વાગ્યે શરૂ થશે. T20I સિરીઝ ODI સિરીઝ સમાપ્ત થયા પછી શરૂ થશે.

ભારત vs ઓસ્ટ્રેલિયા ODI સિરીઝનું શેડ્યૂલ

  • પ્રથમ ODI - 19 ઓક્ટોબર, પર્થ
  • બીજી ODI - 23 ઓક્ટોબર, એડિલેડ
  • ત્રીજી ODI - 25 ઓક્ટોબર, સિડની

સૂર્યકુમાર યાદવ T20I ટીમનું નેતૃત્વ કરશે

T20I સિરીઝ માટે સૂર્યકુમાર યાદવને ભારતીય ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે, જેમાં શુભમન ગિલ વાઈસ કેપ્ટન છે. હાર્દિક પંડ્યા ઈજાને કારણે ટીમમાંથી બહાર થઈ ગયો છે, જેના કારણે નીતિશ કુમાર રેડ્ડીની પસંદગી કરવામાં આવી છે.

T20I સિરીઝની પહેલી મેચ 29 ઓક્ટોબરે કેનબેરામાં રમાશે. બીજી મેચ 31 ઓક્ટોબરે મેલબર્નમાં અને ત્રીજી મેચ 2 નવેમ્બરે હોબાર્ટમાં રમાશે. સિરીઝની પહેલી ત્રણ મેચ ભારતીય સમય મુજબ બપોરે 1:30 વાગ્યે શરૂ થશે. ત્યારબાદ ચોથી અને પાંચમી T20I મેચનો સમય બદલાઈ જશે. ચોથી મેચ 6 નવેમ્બરે ગોલ્ડ કોસ્ટમાં અને પાંચમી મેચ 8 નવેમ્બરે રમાશે. ચોથી અને પાંચમી મેચ ભારતીય સમય મુજબ બપોરે 2:00 વાગ્યે રમાશે.

ભારત vs ઓસ્ટ્રેલિયા T20 સિરીઝનું શેડ્યૂલ

  • પહેલી T20 - 29 ઓક્ટોબર, કેનબેરા
  • બીજી T20 - 31 ઓક્ટોબર, મેલબોર્ન
  • ત્રીજી T20 - 2 નવેમ્બર, હોબાર્ટ
  • ચોથી T20 - 6 નવેમ્બર, ગોલ્ડ કોસ્ટ
  • પાંચમી T20 - 8 નવેમ્બર, બ્રિસ્બેન