Women's World Cup 2025 / ક્યારે અને ક્યાં રમાશે ભારત-પાકિસ્તાનની મેચ? જાણો ફ્રીમાં કેવી રીતે જોઈ શકશો મુકાબલો

વિમેન્સ વર્લ્ડ કપ 2025 શાનદાર રીતે રમાઈ રહ્યો છે, જેમાં ફેન્સને રોમાંચક મેચ જોવા મળી રહીછે. ભારતીય વિમેન્સ ટીમે શ્રીલંકા સામેની પોતાની પહેલી મેચ 59 રનથી જીતી હતી. આ દરમિયાન, પાકિસ્તાન વિમેન્સ ટીમની શરૂઆત ખરાબ રહી હતી, તેને બાંગ્લાદેશ સામે 7 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. હવે બંને ટીમો ટુર્નામેન્ટમાં પોતાની બીજી મેચ એકબીજા સામે રમશે.
કોલંબોમાં રમાશે મેચ
વિમેન્સ વર્લ્ડ કપ 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 5 ઓક્ટોબરે કોલંબોના આર. પ્રેમદાસા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. મેચ ભારતીય સમય મુજબ બપોરે 3:00 વાગ્યે શરૂ થશે. ટોસ અડધો કલાક પહેલા 2:30 વાગ્યે થશે.
આ રીતે તમે મફતમાં મેચ જોઈ શકો છો
ભારત અને પાકિસ્તાન વચ્ચેની વિમેન્સ વર્લ્ડ કપ મેચનું લાઈવ ટેલિકાસ્ટ ભારતમાં સ્ટાર સ્પોર્ટ્સ પર કરવામાં આવશે. આમાં સ્ટાર સ્પોર્ટ્સની અલગ ચેનલો, સ્ટાર સ્પોર્ટ્સ 1/HD અને સ્ટાર સ્પોર્ટ્સ હિન્દીનો સમાવેશ થાય છે. તમે આ ચેનલો પર હિન્દી અને અંગ્રેજી બંનેમાં કોમેન્ટ્રી સાંભળી શકો છો. Jio Hotstar એપ પર લાઈવ સ્ટ્રીમિંગ પણ ઉપલબ્ધ થશે. ક્રિકેટ ફેન્સને તેમના ફોન પર Jio Hotstar એપ ડાઉનલોડ કરીને મેચ જોઈ છે. વિમેન્સ વર્લ્ડ કપ 2025માં તમામ ભારતીય મેચોનું DD સ્પોર્ટ્સ પર લાઈવ ટેલિકાસ્ટ ણ કરવામાં આવશે, ફેન્સ ત્યાં મેચ ફ્રીમાં જોઈ શકે છે.
ભારતીય ટીમ પોઈન્ટ ટેબલમાં ચોથા ક્રમે છે
ભારતીય ટીમ વિમેન્સ વર્લ્ડ કપ 2025ના પોઈન્ટ્સ ટેબલમાં ચોથા ક્રમે છે. ટીમે અત્યાર સુધી એક મેચ રમી છે અને એક જીત સાથે તેના બે પોઈન્ટ છે. તેની નેટ રન રેટ +1.255 છે. દરમિયાન, પાકિસ્તાન વિમેન્સ ટીમ છઠ્ઠા ક્રમે છે, જેણે અત્યાર સુધી માત્ર એક જ મેચ રમી છે, એક હારી છે. તેની નેટ રન રેટ -1.623 છે.
વિમેન્સ ODI વર્લ્ડ કપ 2025 માટે બંને ટીમો
ભારત: પ્રતિકા રાવલ, સ્મૃતિ મંધાના, હરલીન દેઓલ, હરમનપ્રીત કૌર (કેપ્ટન), જેમિમાહ રોડ્રિગ્સ, રિચા ઘોષ, દીપ્તિ શર્મા, સ્નેહ રાણા, રાધા યાદવ, ક્રાંતિ ગૌડ, રેણુકા સિંહ ઠાકુર, અરુંધતિ રેડ્ડી, અમનજોત કૌર, ઉમા છેત્રી, શ્રી ચરણી.
પાકિસ્તાન: મુનીબા અલી, ઓમૈમા સોહેલ, સિદરા અમીન, સિદરા નવાઝ (વિકેટકીપર), નતાલિયા પરવેઝ, ફાતિમા સના (કેપ્ટન), એમાન ફાતિમા, રમીન શમીમ, શવાલ ઝુલ્ફીકાર, સૈયદા અરુબ શાહ, ડાયના બેગ, નાશરા સંધુ, સાદિયા ઈકબાલ, આલિયા રિયાઝ, સદફ શમાસ.

