Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : A snake suddenly entered the Indian team's practice session

IND-W vs PAK-W / સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરી રહી હતી ટીમ ઈન્ડિયા, અચાનક આવી ગયો સાપ અને પછી...

Timeછેલ્લું અપડેટ : 04 Oct 2025
લાઇવ ટીવીGoogle News
IND-W vs PAK-W / સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરી રહી હતી ટીમ ઈન્ડિયા, અચાનક આવી ગયો સાપ અને પછી...
સોર્સ : GSTV

વિમેન્સ ODI વર્લ્ડ કપ 2025 હાલમાં શ્રીલંકા અને ભારતની ધરતી પર એક સાથે રમાઈ રહ્યો છે. 30 સપ્ટેમ્બરથી શરૂ થયેલી આ ટુર્નામેન્ટમાં ચાર મેચ રમાઈ ચૂકી છે. ટીમ ઈન્ડિયા પહેલી મેચ જીતી ગઈ હતી અને હવે આગામી મેચમાં પાકિસ્તાનનો સામનો કરશે. આ મેચ કોલંબોમાં રમાશે. બંને ટીમો ત્યાં પહોંચી ગઈ છે અને પ્રેક્ટિસ કરી રહી છે. આ મેચ પહેલા કંઈક એવું બન્યું જેણે બધાને આશ્ચર્યચકિત કરી દીધા. જ્યારે ભારતીય ખેલાડીઓ પ્રેક્ટિસ કરી રહી હતી, ત્યારે અચાનક મેદાનમાં સાપ ઘૂસી ગયો, જેનાથી બધા ચોંકી ગયા.

App Store

3 ઓક્ટોબરના રોજ, ટીમ ઈન્ડિયા કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરવા ઉતરી હતી. ખેલાડીઓ સેન્ટર વિકેટથી નેટ તરફ જઈ રહ્યા હતા, ત્યારે અચાનક મેદાનમાં એક સાપ દેખાયો. ગ્રાઉન્ડ સ્ટાફે સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું કે ભૂરો સાપ ઝેરી નહતો, પરંતુ ગરંડિયા પ્રજાતિનો હતો,જે સામાન્ય રીતે ઉંદરોની શોધમાં ગટરમાં અથવા સ્ટેન્ડની નજીક ફરતો રહે છે. સાપને જોઈને ખેલાડીઓ ગભરાયા નહીં; તેના બદલે, દરેકના ચહેરા પર સ્મિત હતું.

ટીમ ઈન્ડિયાનું પલડું ભારે છે

રવિવાર, 5 ઓક્ટોબર, 2025ના વિમેન્સ ODI વર્લ્ડ કપમાં ખૂબ જ ખાસ દિવસ રહેશે. આ દિવસે ભારત અને પાકિસ્તાનની ટીમો મેદાનમાં ઉતરશે. આ મેચ પર દરેકની નજર હશે. ઐતિહાસિક રીતે, હંમેશા ODI ક્રિકેટમાં ભારતીય વિમેન્સ ટીમનું પલડું પાકિસ્તાન સામે ભારે રહ્યું છે. આંકડા દર્શાવે છે કે બંને ટીમો અત્યાર સુધીમાં 11 ODI મેચ રમી છે, અને તે બધી જ ભારતે જીતી છે.

બંને ટીમોની બીજી મેચ

ભારતે જ્યાં આ ODI વર્લ્ડ કપ 2025માં શ્રીલંકાને હરાવીને પોતાના અભિયાનની શરૂઆત જીત સાથે કરી હતી, ત્યારે પાકિસ્તાનને તેની પહેલી મેચમાં બાંગ્લાદેશ સામે 7 વિકેટથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. હવે, બંને ટીમો તેમની બીજી મેચ રમશે.