Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : india-odi-squad-for-australia-tour-be-announced-today-these-players-may-have-to-stay-out

IND vs AUS: આજે જાહેર થઈ શકે છે ભારતની ODI ટીમ, આ ખેલાડીઓ થઈ શકે છે બહાર કે આ ખેલાડીઓનો થઈ શકે છે સમાવેશ

Timeછેલ્લું અપડેટ : 04 Oct 2025
લાઇવ ટીવીGoogle News
IND vs AUS: આજે જાહેર થઈ શકે છે ભારતની ODI ટીમ, આ ખેલાડીઓ થઈ શકે છે બહાર કે આ ખેલાડીઓનો થઈ શકે છે સમાવેશ
સોર્સ : GSTV

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ODI અને T20 સિરિઝ 19 ઓક્ટોબરથી શરૂ થવાની છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ભારતની ટીમની જાહેરાત આજે એટલે કે 4 સપ્ટેમ્બરના રોજ થઈ શકે છે. જેમાંથી વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંત ઈજાને કારણે બહાર થઈ શકે છે. પંત હજુ સંપૂર્ણ ફિટ નથી, તેથી આ સ્ટાર ભારતીય ખેલાડી ODI અને T20 સિરિઝમાંથી બહાર થઈ શકે છે.

App Store

પંતની સાથે આ 2 ખેલાડીઓને આવી શકે છે બહાર રહેવાનો વારો

ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની હજુ સુધી જાહેરાત કરવામાં આવી નથી. જો કે, સમાચાર છે કે ઋષભ પંતની સાથે હાર્દિક પંડ્યા પણ ઈજાને કારણે આ પ્રવાસમાંથી બહાર થઈ શકે છે. ઉપરાંત ભારતના ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલને પણ આ પ્રવાસ માટે આરામ આપવામાં આવી શકે છે. ગિલ ઓસ્ટ્રેલિયા સામેની ODI અને T20 સિરિઝમાંથી બહાર થઈ શકે છે. સમાચાર છે કે રોહિત ઓસ્ટ્રેસિયા સામેની મેચમાં ભારતનું નેતૃત્વ કરી શકે છે.

ઋષભ અને પંડ્યા ફિટ નથી 

ભારતના વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંત ઈંગ્લેન્ડ સામેની સિરિઝની ચોથી ટેસ્ટ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. આ મેચ પછી જાણવા મળ્યું કે પંતના અંગૂઠામાં ફ્રેક્ચર થયું છે. પંત માન્ચેસ્ટર ટેસ્ટથી ટીમ ઈન્ડિયાની બહાર છે. આ ઈજાને કારણે તે 2025ના એશિયા કપમાં રમી શક્યો નહીં અને ઓસ્ટ્રેલિયા પ્રવાસમાંથી પણ બહાર થઈ શકે છે. ભારતનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પણ ઘાયલ છે. ઈજાને કારણે પંડ્યા એશિયા કપ ફાઇનલમાં રમી શક્યો નહીં. આ કારણે તે ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં નહીં રમી શકે તેવા સમાચાર છે.