મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

પ્રિયા સરોજના પ્રેમમાં કેવી રીતે પડ્યો રિંકુ સિંહ? સાંસદના પિતાએ જણાવ્યું ક્યારે થઈ બંનેની ઓળખાણ

ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન રિંકુ સિંહ અને સપા સાંસદ પ્રિયા સરોજના લગ્નને પરિવારજનોએ મંજૂરી આપતાં તમામ અટકળો પર પૂર્ણવિરામ

પ્રિયા સરોજના પ્રેમમાં કેવી રીતે પડ્યો રિંકુ સિંહ? સાંસદના પિતાએ જણાવ્યું ક્યારે થઈ બંનેની ઓળખાણ

ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન રિંકુ સિંહ અને સપા સાંસદ પ્રિયા સરોજના લગ્નને પરિવારજનોએ મંજૂરી આપતાં તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂક્યો છે. રિંકુ સિંહ ટૂંકસમયમાં સમાજવાદી પાર્ટીના નેતા અને યુપીના મછલી શહરમાંથી સાંસદ પ્રિયા સરોજ સાથે લખનૌમાં સગાઈ કરશે.

આ પણ વાંચો: હાર્દિક પંડ્યા સાથે થયો ખેલ, કોચ અને કેપ્ટન વચ્ચે પેચ ફસાતા અઢી કલાક ચાલી સિલેક્શન મીટિંગ

પ્રિયા સરોજના પિતા અને સપાના પૂર્વ સાંસદ તૂફાની સરોજે બંનેના પ્રેમ સંબંધની પુષ્ટિ કરતા જણાવ્યું છે કે, 'બંનેના સગપણ થઈ ગયા છે. ટૂંક સમયમાં સગાઈ કરશે, હાલ તારીખ નક્કી થઈ નથી.'

આ રીતે બંને વચ્ચે પ્રેમ પાંગર્યો

અલીગઢનો રહેવાસી અને ડિલિવરી મેનનો દિકરો રિંકુ સિંહ ઉભરતો ભારતીય સ્ટાર ક્રિકેટર છે. તેણો થોડા જ સમયમાં પોતાના આકર્ષક પર્ફોર્મન્સના કારણે નામ અને પ્રસિદ્ધિ હાંસલ કરી છે. જ્યારે બીજી તરફ ઉત્તરપ્રદેશના મછલી શહરની યુવા સાંસદ અને રાજકરણી પરિવારમાં ઉછરેલી પ્રિયા સરોજ એક મિત્ર દ્વારા રિંકુ સિંહને મળી હતી. બાદમાં બંને વચ્ચે મુલાકાતો વધી અને પ્રેમ પાંગર્યો.

તુફાની સરોજે જણાવી પ્રેમ કહાની

પ્રિયા સરોજના પિતા તુફાની સરોજે જણાવ્યું કે, પ્રિયાની એક બહેનપણીના પિતા ક્રિકેટર છે. જેમના દ્વારા પ્રિયાની ઓળખાણ રિંકુ સિંહ સાથે થઈ હતી. બંનેએ પહેલી મુલાકાત બાદ વાતચીત કરવાનું શરૂ કર્યું હતું. પ્રેમ સંબંધ વધતાં બંનેએ પોતાના ઘરે પરિવારજનો સમક્ષ લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. પરિવારજનોએ હામી ભરતાં બંનેનું સગપણ કરવામાં આવ્યું. 

સગાઈ અને લગ્ન લખનૌમાં થશે

68 વર્ષીય સપા નેતા તુફાની સરોજે કહ્યું હતું કે ‘2024માં સાંસદ તરીકે ચૂંટાનારા પ્રિયા હાલ બજેટ સત્રમાં વ્યસ્ત છે. રિંકુ ઈંગ્લેન્ડ સામે T20 સિરીઝ રમવામાં વ્યસ્ત રહેશે. આથી બંને પાસે અત્યારે સમય ન હોવાથી હાલ સગાઈ નહીં થાય. બજેટ સત્ર પૂરું થયા બાદ બંનેની પહેલાં સગાઈ અને પછી લગ્ન થશે. સગાઈ લખનૌમાં યોજાશે, જ્યારે જૌનપુર અને અલીગઢમાં રિસેપ્શન યોજાશે. જેમાં ક્રિકેટ અને રાજનીતિની દુનિયાની ઘણી જાણીતી હસ્તીઓ ભાગ લેશે. 

ઉલ્લેખનીય છે, અગાઉ તુફાની સરોજે જ આ બંનેના લગ્નની વાત માત્ર અફવા હોવાનું નિવેદન આપ્યું હતું. તેમણે ખાનગી મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, 'ભારતીય ક્રિકેટર રિંકુ સિંહના પરિવારે અમારા મોટા જમાઈને રિંકુ અને પ્રિયાના સંબંધને લઈને વાત કરી હતી. બંનેના લગ્નની વાત થઈ હતી, જેના પર વિચાર કરી રહ્યા છીએ. લગ્નનો મામલો છે એટલા માટે ઘણું બધું સમજી વિચારીને નિર્ણય લેવો પડશે, પરંતુ સગાઈના સમાચાર સાચા નથી.'

આ સમાચાર શેર કરો