મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

હસીન જહાંએ લગાવ્યા મોહમ્મદ શમી પર ગંભીર આરોપ, કહ્યું- 'દીકરીને ન અપાવ્યું ગિટાર, જ્યાં પૈસા નથી...'

ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર મોહમ્મદ શમી લાંબા સમયથી ભારતીય ટીમની બહાર છે. ઈજા બાદ શમી હવે એનસીએમાં રિહેબ પ્

હસીન જહાંએ લગાવ્યા મોહમ્મદ શમી પર ગંભીર આરોપ, કહ્યું- 'દીકરીને ન અપાવ્યું ગિટાર, જ્યાં પૈસા નથી...'

ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર મોહમ્મદ શમી લાંબા સમયથી ભારતીય ટીમની બહાર છે. ઈજા બાદ શમી હવે એનસીએમાં રિહેબ પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યો છે. તાજેતરમાં જ શમી લાંબા સમય બાદ તેની દીકરીને મળ્યો હતો. દીકરીને મળ્યા બાદ મોહમ્મદ શમી પણ ખૂબ જ ભાવુક દેખાઈ રહ્યો હતો. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જે બાદ હવે શમીની પત્ની હસીન જહાંની પ્રતિક્રિયા સામે આવી છે. હસીન જહાં ફરી એકવાર મોહમ્મદ શમી પર આરોપ લગાવતી જોવા મળી હતી.

હસીન જહાંએ લગાવ્યો શમી પર આરોપ

તાજેતરમાં મોહમ્મદ શમી એક મોલમાં તેની દીકરીને મળતો જોવા મળ્યો હતો. આ દરમિયાન ઘણી સિક્યોરિટી પણ શમી સાથે હતી. હવે શમીની તેની દીકરી સાથેની મુલાકાત વિશે વાત કરતા હસીન જહાંએ જણાવ્યું હતું કે, “મારી દીકરીનો પાસપોર્ટ એક્સપાયર થઈ ગયો છે, તેથી તે પાસપોર્ટ માટે શમીની સહી લેવા ગઈ હતી. આ માત્ર દેખાડો છે. શમીએ સહી કરી ન હતી. તેના બદલે તે મારી દીકરીને એક શોપિંગ મોલમાં લઈ ગયો, જ્યાં તેણે જે દુકાનની તે જાહેરાત કરે છે તેમાંથી તેણે તેના શૂઝ અને કપડાં ખરીદ્યા. તેને ત્યાંથી સામાન ખરીદવા માટે પૈસા પણ આપવા પડતા નથી. દીકરીને ગિટાર જોઈતું હતું પરંતુ શમીએ તે ખરીદી ન દીધું.

હજુ છૂટાછેડા લીધા નથી બંનેએ

ઉલ્લેખનીય છે કે, મોહમ્મદ શમી અને હસીન જહાંના હજુ સુધી કાયદાકીય રીતે છૂટાછેડા થયા નથી પરંતુ બંને એકબીજાથી અલગ રહે છે. શમીની દીકરી તેની પત્ની હસીન સાથે રહે છે. આ પહેલીવાર નથી જ્યારે હસીને શમી પર આવા આરોપ લગાવ્યા હોય આ પહેલા પણ હસીન શમી પર ઘણા મોટા આરોપ લગાવી ચુકી છે.

મોહમ્મદ શમી ODI વર્લ્ડ કપ 2023થી ટીમ ઈન્ડિયાની બહાર છે. તેને ઘૂંટણમાં ઈજા થઈ હતી, ત્યારબાદ શમીની સર્જરી થઈ હતી. ઈજાના કારણે શમી આઈપીએલ 2024 રમી શક્યો ન હતો પરંતુ હવે શમી સંપૂર્ણ રીતે ફિટ છે અને મેદાનમાં પરત ફરવા માટે તૈયાર છે.

આ સમાચાર શેર કરો