Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Harmanpreet Kaur step down as captain of Team India

ભારતને ODI વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટન હરમનપ્રીત કૌરે છોડ્યું પોતાનું પદ, ટીમના એક સુવર્ણ યુગનો અંત આવ્યો

Timeછેલ્લું અપડેટ : 06 Oct 2026
લાઇવ ટીવીGoogle News
ભારતને ODI વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટન હરમનપ્રીત કૌરે છોડ્યું પોતાનું પદ, ટીમના એક સુવર્ણ યુગનો અંત આવ્યો
સોર્સ : gstv

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન હરમનપ્રીત કૌરે મંગળવાર, ઓક્ટોબર 6ના રોજ ટીમની કપ્તાની છોડવાની જાહેરાત કરી છે. હરમનપ્રીતનો આ નિર્ણય તાજેતરમાં જ ભારતને એશિયન ગેમ્સ 2026માં ગોલ્ડ મેડલ અપાવ્યા બાદ સામે આવ્યો છે. આ નિર્ણયથી સ્પષ્ટ થઈ ગયું છે કે હરમનપ્રીત હવે રમતના તમામ ફોર્મેટમાં ભારતની કેપ્ટનશિપ પદ પરથી હટી ગઈ છે. જોકે, તે ખેલાડી તરીકે ટીમ સાથે જોડાયેલી રહેશે.

App Store

સોશિયલ મીડિયા પર ભાવનાત્મક પોસ્ટ

હરમનપ્રીતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ શેર કરીને આ નિર્ણયની સત્તાવાર જાહેરાત કરી હતી. તેણે જણાવ્યું કે આ નિર્ણય લેવો તેના માટે જરાય સરળ નહતો, કારણ કે આ ભૂમિકા સાથે તેની વર્ષોની યાદો, ભાવનાઓ અને અનેક બલિદાનો જોડાયેલા છે. તેણે સ્પષ્ટ કર્યું કે ટીમ હંમેશાં સર્વોપરી રહે તે માટે તેણે ઘણીવાર પોતાની અંગત મહત્ત્વાકાંક્ષાઓને બાજુ પર રાખી હતી.

કેપ્ટનશિપનો શાનદાર ઈતિહાસ

37 વર્ષીય હરમનપ્રીતે સૌપ્રથમ 2012માં હંગામી ધોરણે કપ્તાની સંભાળી હતી અને ભારતને મહિલા T20 એશિયા કપ જીતાડ્યો હતો. ત્યારબાદ 2016માં તેને કાયમી કેપ્ટન બનાવવામાં આવી હતી, જેનાથી ભારતીય મહિલા ક્રિકેટમાં એક સુવર્ણ યુગની શરૂઆત થઈ હતી. તેના નેતૃત્વમાં ટીમ અનેક ઐતિહાસિક વિજયોની સાક્ષી બની છે.

ટીમ સારા હાથમાં છે: હરમનપ્રીત

પોતાના નિવેદનમાં હરમનપ્રીતે કહ્યું કે, "હું આજે શાંતિપૂર્ણ મન સાથે કેપ્ટનશિપ છોડી રહી છું, કારણ કે મને પૂરો વિશ્વાસ છે કે મારી ટીમ એક સારી સ્થિતિમાં છે. આ ટીમમાં અદ્ભુત પ્રતિભા, પાત્ર અને ઉજ્જવળ ભવિષ્ય છે." તેણે તમામ સાથી ખેલાડીઓ, કોચ, સપોર્ટ સ્ટાફ, BCCI અને ફેન્સનો આભાર માન્યો હતો. તેણે ઉમેર્યું કે હવે કેપ્ટનશિપનો અંત આવ્યો છે, પરંતુ ક્રિકેટ પ્રત્યેનો તેનો પ્રેમ હંમેશાં જળવાઈ રહેશે.