Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Sunil Gavaskar makes a special appeal to star batsman Rohit Sharma

'હું અંગત રીતે ઈચ્છું છું કે જ્યારે તે સંન્યાસ લે...', સુનીલ ગાવસ્કરે સ્ટાર બેટ્સમેન રોહિત શર્માને કરી ખાસ અપીલ

Timeછેલ્લું અપડેટ : 06 Oct 2026
લાઇવ ટીવીGoogle News
'હું અંગત રીતે ઈચ્છું છું કે જ્યારે તે સંન્યાસ લે...', સુનીલ ગાવસ્કરે સ્ટાર બેટ્સમેન રોહિત શર્માને કરી ખાસ અપીલ
સોર્સ : gstv

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજ કેપ્ટન સુનિલ ગાવસ્કરે સ્ટાર બેટ્સમેન રોહિત શર્માને એક અનોખી અને ભાવુક અપીલ કરી છે. ગાવસ્કરનું માનવું છે કે રોહિત શર્મા જ્યારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરે, ત્યારે તેમના ODI સદીઓની સંખ્યા તેની ઉંમર કરતાં પણ વધુ હોવી જોઈએ. ગાવસ્કરે પોતાની ક્રિકેટ કારકિર્દીના અંતિમ દિવસોનું ઉદાહરણ આપતાં આ ટાર્ગેટ વિશે ખુલીને વાત કરી હતી.

App Store

વેસ્ટ ઈન્ડિઝ સામે 92 રને આઉટ થતાં નિરાશ થયા ગાવસ્કર

વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી ODI મેચમાં રોહિત શર્માએ 92 રનની શાનદાર ઈનિંગ રમી હતી, પરંતુ એક મોટો શોટ રમવાના ચક્કરમાં તે સદી ચૂકી ગયો હતો. રોહિતે સિરીઝની બીજી ODIમાં સદી ફટકારી હતી અને ગાવસ્કરને આશા હતી કે તે ત્રીજી મેચમાં પોતાની 36મી સદી પૂરી કરશે. આ વિશે વાત કરતાં સુનિલ ગાવસ્કરે કહ્યું, "રોહિત 92 રને આઉટ થઈ ગયો અને હું નિરાશ થયો કે તે સદી ન બનાવી શક્યો. શક્ય છે કે વર્લ્ડ કપ 2027 પછી રોહિત આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દે. પરંતુ હું અંગત રીતે ઈચ્છું છું કે જ્યારે તે સંન્યાસ લે, ત્યારે તેની ODI સદીઓની સંખ્યા તેની ઉંમર કરતાં પણ વધારે હોવી જોઈએ. જો આવું થશે તો તે સાબિત કરશે કે ખેલાડીનું સ્ટાન્ડર્ડ અને કારકિર્દી કેટલી અસાધારણ રહી છે."

ગાવસ્કરે યાદ કર્યો પોતાનો અધૂરો અફસોસ

પોતાના સંન્યાસના દિવસોને યાદ કરતાં ગાવસ્કરે ઉમેર્યું, "હું ઈચ્છું છું કે રોહિત એ સિદ્ધિ હાંસલ કરે. મારી આંતરરાષ્ટ્રીય કારકિર્દીના છેલ્લા વર્ષોમાં હું જેટલી સદીઓ ફટકારવા માંગતો હતો તેટલી ન બનાવી શક્યો. હું ત્રણ વખત 90થી વધુના સ્કોર પર આઉટ થયો હતો. જો મેં તે સદીઓ બનાવી લીધી હોત, તો નિવૃત્તિ સમયે મારી સદીઓની સંખ્યા મારી તત્કાલીન ઉંમર (38) જેટલી થઈ શકી હોત."

રોહિત શર્માની ODI કારકિર્દી પર એક નજર

વેસ્ટ ઈન્ડિઝ સામે દમદાર ફોર્મમાં જોવા મળેલા હિટમેને અત્યાર સુધી પોતાની ODI કારકિર્દીમાં શાનદાર આંકડા નોંધાવ્યા છે.

  • કુલ મેચ: 291 ODI
  • કુલ રન: 12,120 રન
  • બેટિંગ એવરેજ: 49.27
  • સદી: 35 સદી
  • અડધી સદી: 63 અડધી સદી