Video: ભલાભલા દિગ્ગજોના રેકોર્ડ તૂટી ગયા, યૂએઈ સામે સૂર્યવંશીનું વાવઝોડું

એક કહેવત છે કે રેકોર્ડ્સ તૂટવા માટે જ બને છે. કેટલાક અપવાદોને બાદ કરતા..પણ હાલ તો વિશ્વક્રિકેટમાં એક નામ સૌથી વધારે ચર્ચિત છે અને તે નામે ક્રિકેટની રેકોર્ડબુકમાં તમામ પન્નાઓ માત્ર 15 વર્ષની ઉંમરમાં ઉથલાવી નાંખ્યાં. આ પણ એક અપવાદ છે. વાત વૈભવ સુર્યવંશીની થઈ રહી છે. જેને લિસ્ટ એ ક્રિકેટમાં ફાસ્ટેસ્ટ રન મશીનના ટેગ સાથે રાઈઝિંગ સ્ટાર એશિયા કપમાં વાવાઝોડું લાવી દીધું. યુએઈ સામેના મુકાબલામાં માત્ર 28 બોલમાં સદી અને 52 બોલમાં બેવડી સદી સાથે અનેક રેકોર્ડ સૂર્યવંશીએ ધ્વસ્ત કર્યાં. જ્યારે વૈભવે સદી પૂરી કરી ત્યારે ટીમનો સ્કોર 6.3 ઓવરમાં 122 રન હતો. વાત અહીંથી નથી અટકતી પાવરપ્લે એટલે કે 10ની ઓવરના છેલ્લા બોલ પર તેને 150 રનનો માઈલસ્ટોન પર સર કરી લીધો. ઈનિંગમાં 28 સિક્સર સાથે સિક્સ મશિન ક્રેસ ગેઈલ અને મિસ્ટર થ્રી સિક્સ્ટી ડીગ્રી ડિવિલયર્સને પણ પાછળ છોડી દીધો. યુએઈએ આપેલા 250 રનના લક્ષ્યાંક સામે ઈન્ડિયા-એ ટીમે માત્ર 14.2 ઓવરમાં જ રનચેઝ કર્યાં. ટીમના કુલ 254 રનના સ્કોરમાં 204 રન વૈભવ સૂર્યવંશીએ બનાવ્યાં. 204 રનની ઈનિંગમાં 196 તો બાઉન્ડ્રીથી જ ફટકાર્યાં એટલે કે માત્ર 8 રન દોડીને બનાવ્યાં.









