Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Harmanpreet Kaur is on the verge of making history in the World Cup

વર્લ્ડ કપમાં ઈતિહાસ રચવાની કગાર પર છે કેપ્ટન હરમનપ્રીત કૌર, ન્યુઝીલેન્ડની ખેલાડીનો તોડી શકે છે રેકોર્ડ

Timeછેલ્લું અપડેટ : 01 Nov 2025
લાઇવ ટીવીGoogle News
વર્લ્ડ કપમાં ઈતિહાસ રચવાની કગાર પર છે કેપ્ટન હરમનપ્રીત કૌર, ન્યુઝીલેન્ડની ખેલાડીનો તોડી શકે છે રેકોર્ડ
સોર્સ : Google

ICC વિમેન્સ ODI વર્લ્ડ કપ 2025ની ફાઈનલ રવિવારે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાશે. બંને ટીમો નવી મુંબઈના મેદાન પર ટકરાશે. ભારત ત્રીજી વખત ટુર્નામેન્ટમાં પોતાના ટાઈટલ દુષ્કાળનો અંત લાવવાનો પ્રયાસ કરશે. ભારત 2005 અને 2017માં ફાઈનલ રમ્યું હતું, બંને વખત ટાઈટલ જીતવામાં નિષ્ફળ રહ્યું હતું. જ્યારે સાઉથ આફ્રિકાની પહેલી વખત વિમેન્સ વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચ્યું છે. ભારતીય વિમેન્સ ટીમની કેપ્ટન અને અનુભવી બેટ્સમેન હરમનપ્રીત કૌર ટાઈટલ મેચમાં ઈતિહાસ રચવાની કગાર પર છે. તે ટુર્નામેન્ટની "સિક્સર ક્વીન" બનવાથી માત્ર બે સિક્સ દૂર છે.

App Store

હરમનપ્રીત હાલમાં વિમેન્સ ODI વર્લ્ડ કપ ઈતિહાસમાં સૌથી વધુ સિક્સ ફટકારનાર ખેલાડીઓની યાદીમાં સંયુક્ત રીતે બીજા સ્થાને છે. તેણે 34 મેચમાં કુલ 22 સિક્સ ફટકારી છે. વેસ્ટ ઈન્ડિઝની શક્તિશાળી ઓલરાઉન્ડર ડિઆન્ડ્રા ડોટિને 29 મેચમાં 22 સિક્સ ફટકારી છે. જ્યારે ન્યુઝીલેન્ડની દિગ્ગજ ખેલાડી સોફી ડિવાઈન 32 મેચમાં 23 સિક્સ ફટકારીને આ યાદીમાં ટોપ પર છે. 36 વર્ષીય હરમનપ્રીતને ડિવાઇનને પાછળ છોડવા માટે ફક્ત બે સિક્સ ફટકારવાની જરૂર છે. સોફી ડિવાઇન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂકી છે. તેણે વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ સામેની મેચ હાર્યા બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું હતું.

હરમનપ્રીતે ઓસ્ટ્રેલિયા સામેની સેમીફાઈનલમાં શાનદાર ઈનિંગ રમી હતી. તેણે 88 બોલમાં 10 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 89 રન બનાવ્યા હતા. 339 રનનો ટાર્ગેટ ચેઝ કરતા, ભારતે સાત વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયન ટીમ પર ઐતિહાસિક જીત નોંધાવી હતી. જેમીમા રોડ્રિગ્સ (134 બોલમાં અણનમ 127) ને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી હતી. ભારતની સ્ટાર ઓપનર સ્મૃતિ મંધાના વિમેન્સ ODI વર્લ્ડ કપમાં સૌથી વધુ છગ્ગા મારનાર ખેલાડીઓની યાદીમાં ત્રીજા ક્રમે છે. તેણીએ 24 મેચમાં 17 સિક્સ ફટકારી છે. તેના પછી સાઉથ આફ્રિકાની ઓલરાઉન્ડર ક્લો ટ્રાયનનો નંબર આવે છે. ટ્રાયને 26 મેચમાં 13 સિક્સ ફટકારી છે.