હારિસ રઉફ બે મેચ માટે સસ્પેન્ડ, સૂર્યકુમારને મેચ ફીનો 30 ટકા દંડ; એશિયા કપના વિવાદ બાદ ICC ની કાર્યવાહી
આજે દુબઈમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં એશિયા કપમ

આજે દુબઈમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં એશિયા કપમાં થયેલા વિવાદોનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો, જે બાદ ICCએ પાકિસ્તાની ક્રિકેટર હારિસ રઉફ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે. હારિસને બે મેચ માટે સસ્પેન્ડ કરી દેવાયો છે. હારિસની સાથે સાથે ભારતીય ક્રિકેટર અને ટી-20 કેપ્ટન સૂર્યકુમાર યાદવ વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી છે. ICCએ સૂર્યકુમાર યાદવ પર મેચ ફીસના 30 ટકા દંડ ફટકાર્યો છે.
એશિયા કપ દરમ્યાન થયો હતો આ વિવાદ
એશિયા કપ દરમ્યાન ભારત અને પાકિસ્તાન વચ્ચે ફાઇનલ સહિત ત્રણ મુકાબલા થયા હતા. ત્રણેય મેચમાં ભારતનો વિજય થયો હતો. આ ટુર્નામેન્ટમાં ઓપેરેશન સિંદૂર બાદ બંને દેશના ખેલાડીઓમાં આક્રોશ જોવા મળ્યો હતો. કેપ્ટન સૂર્યકુમાર યાદવે મેચ પૂર્ણ થયા બાદ પાકિસ્તાનના ખેલાડીઓ સાથે હાથ મિલાવવાનો ઇન્કાર કર્યો હતો, જયારે પાકિસ્તાનના ફાસ્ટ બોલર હારીસ રઉફે પણ ફિલ્ડીંગ દરમ્યાન હાથ વડે પ્લેન ક્રેશનો ઈશારો કરતા ભારતીય ફેન્સ ભડક્યા હતા.
આ વિવાદો બાદ આજે દુબઈમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આ વિવાદોનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો, જે બાદ ICCએ પાકિસ્તાની ક્રિકેટર હારિસ રઉફ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે. હારિસને બે મેચ માટે સસ્પેન્ડ કરી દેવાયો છે. હારિસની સાથે સાથે ભારતીય ક્રિકેટર અને ટી-20 કેપ્ટન સૂર્યકુમાર યાદવ વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી છે. ICCએ સૂર્યકુમાર યાદવ પર મેચ ફીસના 30 ટકા દંડ ફટકાર્યો છે.






