હાર્દિક પંડ્યાએ પુત્ર સાથે વર્લ્ડકપ જીતની કરી ઉજવણી, યુઝર્સે પૂછ્યું, 'નતાશા ક્યાં છે?'
ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ શુક્રવારે ટી-20 વર્લ્ડકપ જીત્યાની ઉજવણી પોતાના ઘરે કરી હતી. જેન

ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ શુક્રવારે ટી-20 વર્લ્ડકપ જીત્યાની ઉજવણી પોતાના ઘરે કરી હતી. જેની તસ્વીરો ખુદ હાર્દિક પંડ્યાએ શેર કરી છે. બીજી તરફ આ તસ્વીરમાં તેની પત્ની નતાશા સ્ટેનકોવિક ક્યાંય દેખાઈ રહી નથી.
હાર્દિક પંડ્યાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ટી-20 વર્લ્ડકપમાં જીતની ઉજવણી કરતા તેના પુત્ર સાથેની તસવીરો શેર કરી હતી. ફોટામાં જોઈ શકાય છે કે પુત્રએ તેના ગળામાં મેડલ પહેર્યું છે. હાર્દિક તેના પર પ્રેમ વરસાવી રહ્યો છે.
રસપ્રદ વાત એ છે કે આ તસવીરોમાં નતાશા સ્ટેનકોવિચ ક્યાંય દેખાતી નથી, જેના કારણે તેમના અલગ થવાની અફવાઓ વધુ તેજ થઈ ગઈ છે. આ પોસ્ટના કોમેન્ટ બોક્સમાં લોકો હાર્દિકની પત્ની વિશે પૂછી રહ્યા છે. એક યુઝરે પૂછ્યું, "નતાશા ક્યાં છે?" બીજાએ પૂછ્યું, "ભાભી ક્યાંય દેખાતા નથી."
https://twitter.com/hardikpandya7/status/1809211216834756842
શું બોલ્યો હાર્દિક પંડ્યા?
ખેલાડીઓ સાથે વાત કરતી વખતે જ્યારે વડાપ્રધાન મોદીએ હાર્દિક સાથે વાત કરી ત્યારે હાર્દિક પંડ્યા ભાવુક થઇ ગયો હતો. ભારતના સ્ટાર ઓલરાઉન્ડરે કહ્યું કે, પાછલા 6 મહિના મે ઘણા ઉતાર-ચઢાવ જોયા છે. લોકોએ મને ખુબ જ ટ્રોલ કર્યો હતો. તે વખતે મારી સાથે ઘણી બધી ઘટનાઓ ઘટી ત્યારે મેં વિચારી લીધું હતું કે, હું આ અંગે રમત દ્વારા જ સૌને જવાબ આપીશ. આ કારણસર મને પોતાની જાત પર વિશ્વાસ હતો અને ત્યારે મેં મજબુત રહેવાનો અને ખૂબ પરિશ્રમ કરવાનો સંકલ્પ લીધો હતો. મેં પરિશ્રમ કર્યો અને મને છેલ્લી ઓવર નાખવાની તક મળી.








