શું હાર્દિકનો દીકરો કૃણાલના ઘરે શિફ્ટ થયો છે? વીડિયોમાં જુઓ શું છે હકીકત
હાલમાં હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકના છૂટાછેડાને લઈને કોઈ સત્તાવાર માહિતી મળી નથ

હાલમાં હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકના છૂટાછેડાને લઈને કોઈ સત્તાવાર માહિતી મળી નથી. પરંતુ આ દરમિયાન એક મહત્ત્વની માહિતી સામે આવી છે. હાર્દિક અને નતાશાનો દીકરો અગસ્ત્ય અત્યારે કૃણાલ પંડ્યાના ઘરે છે. અગસ્ત્ય કૃણાલ અને તેની પત્ની પંખુરી સાથે સમય વિતાવી રહ્યો છે. કૃણાલે હાલમાં જ એક વીડિયો શેર કર્યો છે. આ પહેલા તેણે કેટલીક તસવીરો પણ શેર કરી હતી.
નિર્દોષ અગસ્ત્ય હાર્દિક અને નતાશા વચ્ચે ચાલી રહેલા મતભેદોમાં ફસાયેલો છે. પરંતુ કૃણાલ તેને અત્યારે તેના ઘરે લઈ આવ્યો છે. જો આપણે વીડિયો અને અગાઉની સોશિયલ મીડિયા પોસ્ટ્સ જોઈએ તો સમજી શકાય છે કે, અગસ્ત્ય થોડા દિવસોથી કૃણાલના ઘરે રહી રહ્યો છે. જોકે, આ અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયા માટે ટી20 વર્લ્ડ કપ 2024 રમવાનો છે. પરંતુ આ દરમિયાન તેમના અંગત જીવનના મુદ્દાઓ તેમને પરેશાન કરી રહ્યા છે.
હાર્દિક-નતાશાએ છૂટાછેડા મુદ્દે મૌન જાળવી રાખ્યું
મહત્ત્વની વાત એ છે કે, પંડ્યા અને નતાશાના છૂટાછેડાના સમાચાર છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં છે. પરંતુ હજુ સુધી બંનેમાંથી આ અંગે કોઈએ પ્રતિક્રિયા આપી નથી. આ સાથે પંડ્યાના ભાઈ કૃણાલે પણ કંઈ કહ્યું નથી. તાજેતરમાં જ નતાશાને છૂટાછેડાને લઈને એક સવાલ પૂછવામાં આવ્યો હતો. તેણે આ પ્રશ્નનો જવાબ ન આપ્યો અને તેન ઈગ્નોર કરી અને ત્યાંથી નીકળી ગઈ.
મિલકતને લઈને વિવાદ થઈ શકે
જો હાર્દિક અને નતાશા અલગ થઈ જાય તો પ્રોપર્ટીનો કેસ થઈ શકે છે. હાર્દિક પાસે કરોડો રૂપિયાની સંપત્તિ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નતાશાને હાર્દિકની 70 ટકા પ્રોપર્ટી મળી શકે છે. પરંતુ આ અંગે પણ કોઈ નક્કર માહિતી સામે આવી નથી.
હાર્દિક T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાનો ભાગ છે
હાર્દિક પંડ્યા T20 વર્લ્ડ કપ 2024 માટે ભારતીય ટીમનો ભાગ છે. ટીમ ઈન્ડિયા ટૂર્નામેન્ટ પહેલા બાંગ્લાદેશ સામે વોર્મ અપ મેચ રમશે. આ પછી તેની પહેલી મેચ 5 જૂને છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 9 જૂને મેચ રમાશે. જો બધુ બરાબર રહેશે તો પંડ્યા ટીમ માટે રમતા જોવા મળી શકે છે.








